મંદિર વહી બનાયેંગે પણ ક્યારે !!!!

રામમંદિર બનાવવાના મુદે હિન્દુ સંગઠ્ઠનોની ભીંસમાં આવેલી મોદી સરકારને રાહત આપતુ આરએસએસ

અયોધ્યામાં તુરંત રામમંદિર બનાવવા માટે વિવિધ હિન્દુ સંગઠ્ઠનોએ મોદી સરકાર પર દબાણ લાવીને ખાસ ખરડો લાવવાની માંગ કરી હતી. જેથી, ભીંસમાં આવી ગયેલી મોદી સરકારને રાહત આપવા ભાજપની માતૃ સંસ્થા આરએસએસ મેદાનમાં આવી છે. સંઘના મહામંત્રી ભૈયાજી જોષીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે અમારી ઈચ્છા અયોધ્યામાં રામમંદિર ૨૦૨૫ પહેલા બને તેવી છે. આ મુદે સરકારના વલણ અંગે તેમને સરકારને પુછો તેમ જણાવ્યું હતુ જેથી જોષીના આ નિવેદનને અનેક દીક્ષાઓથી જોનારા રાજકીય વિશ્લેષકોએ અયોધ્યમાં રામમંદિર નિર્માણના મુદે સંઘે મોદી સરકારને વધુ સમય આપીને ૨૦૨૪ની લોકસભા ચૂંટણી માટેનો અગાઉથી જ રાજકીય મુદો આપી દીધો છે.

પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમેળામાં ભાગ લેવા આવેલા સંઘના મહામંત્ર ભૈયાજી જોષીએ પત્રકારો સાથે વાતચીત કરી હતી. જે દરમ્યાન અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે ખરડો લાવવાની હિન્દુ સંગઠ્ઠનોની માંગ અંગેના પ્રશ્નના જવાબમાં જોષીએ જણાવ્યું હતુ કે અમારી ઈચ્છા રામમંદિરનું નિર્માણ ૨૦૨૫ સુધીમાં પૂર્ણ થાય તે છે. જેથી શુ સંઘ મોદી સરકારને ૨૦૨૫ સુધીનું સમય આપી રહ્યા છે.

તેવા પ્રશ્નના જવાબમાં જોષીએ જણાવ્યું હતુ કે અમે તરીખ પાછી નથી ખેંચી રહ્યા પરંતુ આજથી રામમંદિર બનાવવાની શ‚આત કરવામાં આવે તો તે ૨૦૨૫ક સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તાજેતરમાં એક મુલાકાત દરમ્યાન રામમંદિર મુદે જણાવ્યું હતુ કે સુપ્રીમ કોર્ટની ન્યાયીક પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તે બાદ સરકારની ભૂમિકા શરૂ થશે અને જરૂર પડયે જ તેમની સરકાર ત્રિપલ તલ્લાકની જેમ રામમંદિર બનાવવા ખરડો લાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે રામમંદિર બનાવવા મોદી સરકાર ખરડો લાવે તેવી માંગ આરએસએસ અને તેના ધાર્મિક સંગઠ્ઠન વિશ્વ હિન્દુ પરિષદ છેલ્લા થોડા સમયથી કરી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.