દરિયાદીલી હોય, તો ટાટા જૂથના અધ્યક્ષ રતન ટાટા જેવી !! રતન ટાટા તેમના લાગણીભર્યા વર્તનને કારણે અનેકવાર ચર્ચામાં રહેતા હોય છે ત્યારે બીમાર કર્મચારીની ખબત અંતર પૂછવા જતા ફરી એકવાર પ્રકાશમાં આવ્યા છે. તેઓ, આટલા મોટા ઉદ્યોગપતિ હોવા છતાં ખુદ સામે ચાલી પૂર્વ કર્મચારીને મળવા માટે મુંબઇથી પુણે ગયા હતા.
કંપનીનો કર્મચારી છેલ્લા 2 વર્ષથી બીમાર હતો. તેથી રતન ટાટા કાર દ્વારા 150 કિમીનો પ્રવાસ કરી પુનાની ફ્રેન્ડ્સ સોસાયટી પહોંચ્યા હતા. જ્યાં તેમણે કર્મચારી અને તેના પરિવારને મળી ખબર અંતર પૂછ્યા હતા તો તમામ ખર્ચ ઉઠાવવાની પણ જાહેરાત કરી હતી.
પરિવારનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત
પોસ્ટરમાં રતન ટાટાએ તેના પૂર્વ કર્મચારીને મળતો એક ફોટો શેર કર્યો છે. વળી તેમાં લખ્યું કે, ‘આ મીટિંગ દરમિયાન ન તો મીડિયા હતું ન બાઉન્સર. પ્રતિબદ્ધતા ફક્ત વફાદાર કર્મચારીઓની હતી. બધા ઉદ્યોગપતિઓએ આમાંથી શીખવું જોઈએ કે પૈસા બધું જ નથી. એવી પણ ચર્ચા છે કે રતન ટાટાએ ભૂતપૂર્વ કર્મચારીના પરિવારજનોનો ખર્ચ ઉપાડવાનો વિશ્વાસ પણ આપ્યો છે.
આ એ લોકો છે કે જેમણે આખી જિંદગી તમારા માટે કામ કર્યુ
અગાઉ કર્મચારીઓની છટણી અંગે રતન ટાટાએ કહ્યું હતું કે કોર્પોરેટ જગતમાં સહાનુભૂતિનો અભાવ છે. તેમણે ઉદ્યોગ જગતના દિગ્ગજોને કર્મીઓને છૂટા ન કરવા અપીલ કરી છે. ટાટાએ કહ્યું હતું કે આ એ લોકો છે કે જેમણે આખી જિંદગી તમારા માટે કામ કર્યુ, પરંતુ થોડી મુસીબત પડવાને કારણે તમે એમને છોડી દીધા. શું આ તમારી કિંમતોની વ્યાખ્યા છે.
26/11 હુમલાનો ભોગ બનેલા પરિવારોને પણ મદદ કરવા રતન ટાટા આગળ આવ્યા હતા.
મુંબઈની તાજ હોટેલ પર 26/11 ના આતંકી હુમલા પછી પણ રતન ટાટાએ તેના કર્મચારીઓને મદદ કરી હતી. તેઓ કર્મચારીઓના પરિવારોને મળ્યા હતા અને સમગ્ર ખર્ચ ઉપાડવાની ખાતરી આપી હતી.