ટેલીકોમ બાદ હવે ઇ-કોમર્સ અને બ્રોડબેન્ડ સર્વિસમાં જીઓ ધમાલ મચાવશે
એમબીપીએસની જગ્યાએ જીબીપીએસથી હવે, ઇન્ટરનેટમાં ક્રાંતિ માત્ર સેંકડોમાં કોઇપણ એપ્લીકેશન ડાઉનલોડ થઇ શકશે
રિલાયન્સની ૪૧મી એજીએમમાં બ્રોડબેન્ડ સર્વિસ જીઓ ગીગા ફાયબરની મુકેશ અંબાણીએ જાહેરાત કરતા જ કેબલ કં૫નીઓના શેર ગગડ્યા
જીઓ ગીગા ફાયબર સેટ બોક્સથી ટીવી વીડિયો કોલિંગ થશે
હાલ, ઇન્ટરનેટની સુવિધા એક પાયાની જરુરીયાત બની ગઇ છે. આજના મોટાભાગના આપણા કામ ઇન્ટરનેટના માધ્યમથી જ થઇ રહ્યાં છે. આજનો યુગ એક ડીજીટલ ક્રાંતિ તરફ વળી રહ્યો છે. જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ ઝંપલાવ્યું છે. ટેલીકોમ બાદ હવે ડી ટુ એચ, ઇ-કોમર્સ અને બ્રોડબ્રેન્ડ સર્વિસમાં ધમાલ મચાવવા રીલાયન્સ જીઓએ એલાન કર્યુ છે. ગઇકાલે મળેલી રિલાયન્સની ૪૧મી વાર્ષિક સાધારણ સભામાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ આકર્ષક જાહેરાતોનો પટારો ખોલ્યો હતો. બ્રોડબેન્ડ સર્વિસ જીઓ ગીગાફાયબર અને જીયો ફોન-૨ સહિતની આકર્ષક જાહેરાતો કરી હતી. મોબાઇલ કંપનીઓની જેમ કેબલ કંપનીઓને પણ નવરી કરી દેવાનો રિલાયન્સ જીઓ તખ્તો તૈયાર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ જીઓના ટેલીકોમ ક્ષેત્રમાં પ્રવેશતા જ ભારતી એરટેલ અને વોડાફોન જેવી દેશની ટોચની કં૫નીઓમાં ખળભળાટ મચી ગયો હતો. મુકેશ અંબાણીએ જીયો ઇન્ફોક્રોમ લોન્ચ કરી ટેલીકોમક્ષેત્રે આકરી હરિફાઇ ઉભી કરી દીધી હતી. મોબાઇલ ડેટાની સાથે ફ્રી કોલીંગ અને ફ્રી મેસેજની જીયોન સુવિધાએ માત્ર થોડા સમયમાં જ વિપુલમાત્રામાં ગ્રાહકોને પોતાના તરફ આકર્ષિત કરી દીધા હતા અને ટેલીકોમક્ષેત્રમાં એક ‘ડેટાવોર’ છેડી દીધુ હતું.
ત્યારે મોબાઇલ બાદ હવે, બ્રોડબેન્ડ સર્વિસમાં પ્રવેશ કરી ટીવી કેબલ ઓપરેટર્સોને પછાડી પાડવા જીઓ સજ્જ થયું છે. ૪૧મી એજીએમમાં રિલાયન્સ જીયોએ બ્રોડબેન્ડ સર્વિસ જીયો ગીગા ફાયબર અને જીયો ફોન-૨ લોન્ચ કર્યા છે, જીયો ગીગા ફાયબરની શરુઆતથી મોટો ફટકો કેબલ કંપનીઓને પડવાની દહેશત છે. કારણ કે બ્રોડબેન્ડ સર્વિસ જીયો ગીગા ફાયબ શરુ થવાથી કનેક્ટીવીટી વધશે અને સાથો સાથ ડીજીટલ જગતમાં એક નવી ક્રાંતિ ગણાશે.
જીયો ગીગા ફાયબર હાઇસ્પિડ બ્રોડબેન્ડ કનેક્ટીવીટી ઘરે ઘર તમામ વેપારીઓ અને નાનકડા ઔદ્યોગિક સાહસોથી મોટા કોર્પોરેટેસ સુધી પહોંચશે આ વિશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે આ સર્વિસ એકસાથે દેશના ૧૧૦૦ ઘર સુધી પહોંચશે, આ માટે રજીસ્ટ્રેશન આગામી ૧૫મી ઓગસ્ટથી શરુ થશે.
આ સર્વિસ ફિક્સ બ્રોડબેન્ડ અલ્ટ્રા હાઇ ડેફિનેશન એન્ટરટેઇનમેન્ટ ટીવીની મોટા સ્ક્રીન સુધી લઇ જશે. ગ્રાહકો પોતાના લિંવિંગ રુમમાંથી મલ્ટીપાર્ટી વિડિયો કોન્ફરનસિંગ, વોઇસ એક્ટિવિટેડ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ, વર્ચ્યુઅલ રિયાલીટી ગેમિંગ અને ડીજીટલ શોપિંગ કરી શકશે.
દેશના દરેક ખૂણે ફાયબર નેટવર્ક પહોંચાડવા તરફ જીયો કામ કરી રહ્યું છે. જીયો ગીગા ફાયબર નામની આ બ્રોડબેન્ડ સર્વિસમાં ૨૪ કલાક ઇમરજન્સી સેવા ઉપલબ્ધ રહેશે. સસ્તાદરે બ્રોડબેન્ડ કનેક્શન મળી શકશે. આ ઉપરાંત જીયો, ગીગા ફાયબર સર્વિસના સેટટોપ બોક્સ પણ લોન્ચ કરાયા છે. જેના દ્વારા ભારતમાં ટીવી જોવાની સમગ્ર રીત બદલી જશે.
જીઓ ગીગા ફાયબરના સેટ ટોપ બોક્સથી ટીવીના ફીચર્સ વોયસ કમાંડથી ચાલશે જેની સામે કેબલ કંપનીઓએ ટકવું ખૂબ જ કપરું સાબિત થશે. હાથવે કેબલ, ડેન, નેટવર્કસ, જીટીપીએલ હાઇવે અને સીટી નેટવર્ક સહિતના કેબલ ઓપરેટોર્સોનું આવી બનશે.
જેમ અત્યારે જીયોના આકર્ષક ડેટા પેકથી એરટેલ, વોડાફોન, આઇડિયા સહિતની ટેલીકોમ કંપનીઓ નવરી થઇ ગઇ છે. તેમ હવે, કેબલ કંપનીઓના પણ નવરા થવાના દિવસ આવી ગયા છે. એજીએમમાં મુકેશ અંબાણીની જાહેરાતની સાથે જ કેબલ કં૫નીઓના શેરમાં નકારાત્મક અસરની સાથે કડાકો બોલ્યો હતો. હાથવે કેબલના શેર ૧૫.૪, ડેન નેટવર્કના શેર ૧૦.૭ અને જીટીપીએલ હાથવે ૨.૫ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.
જીયો ગીગા ફાયબરની જાહેરાત થતા જ કેબલ કં૫નીઓના શેર ઘટી ગયા હતા તો સર્વિસની શરુઆત થશે ત્યારે કેબલ ઓપરેટર્સના કેવા પરિણામો આવશે તે અત્યારથી જ જોઇ શકાય છે. રિલાયન્સ જીયો પહેલેથી જ જોઇ શકાય છે. રિલાયન્સ જીયો પહેલેથી જ શરુઆતની સાથે જ સીધુ લોકો સાથે સંકળાયેલું રહ્યું છે. જેનો તેને મોટો લાભ મળી રહ્યો છે.
ડેટા માર્કેટ અને મોબાઇલ ક્ષેત્રે પ્રવેશી જીયોએ માત્ર બે વર્ષ કરતા પણ ઓછા ગાળામાં ૨૧૫ મીલીયન ગ્રાહકો પોતાનાની સાથે જોડી દીધા છે. મુકેશ અંબાણીએ જણાવ્યું છે કે, રિલાયન્સ માટે પાછલા દસ વર્ષ સૌથી વધુ શાનદાર રહ્યાં છે આ દરમિયાન હાઇડ્રોકાર્બન કારોબાર ખૂબ જ ઝડપથી વધ્યો છે. રિલાયન્સ દેશનું સૌથી મોટુ એક્સપોર્ટર બની ગયું છે. તો જીઓ ભારતમાં સૌથી ઝડપ સર્વિસ દેનારુ નેટવર્ક બન્યું છે. હોમ ઓટામેશનથી માંડી તમામ સુવિધાઓ આપવા તરફ જીયોના મંડાણે માર્કેટમાં અનોખી ક્રાંતિ આણી છે. એક જ વર્ષમાં જીઓના ગ્રાહક બમણા થઇ ગયા છે.
મુકેશ અંબાણીએ જાહેરાત કરતા કહ્યું કે, જીઓને દરેક ગ્રામ્યવિસ્તાર સહિત દેશના ખુણે-ખુણે પહોંચાડવા પર કામ થઇ રહ્યું છે. હવે, એમપીએસના દિવસો ગયા અમારી પાસે જીબીપીએસ છે. અમારી પાસે બીજું ફીચર સેટટોપ બોક્સનું છે. જેમાં કોલિંગની સુવિધાપણ છે. આ ફિચરની મદદથી હવે, ટીવીમાં જીઓ યુઝર્સ, બીજા જીઓ યુઝર્સને વિડિયો કોલિંગ કરી શકશે. જીયો ગીગા સેટ ટોપ બોક્સ ઘરમાં ૪-કે રીઝોલ્યુશન થીયેટર જેવું છે. આ જાહેરાત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની અત્યાર સુધીનો મોટી જાહેરાત ગણી શકાય.
આપણે જાણીએ જ છીએ કે હાલના સેટ ટોપ બોક્સ રીમોટ દ્વારા કંટ્રોલ થઇ શકે છે. તેમાં વિડિયો કોલિંગ વોઇસ કમાંન્ડ કે અન્ય કોઇ સુવિધા ઉપલબ્ધ નથી પરંતુ જીઓ આ તમામ આધુનિક સુવિધા આપી હાલના કેબલ ઓપરેટર્સોને એક પડકાર ફેંક્યો છે. જેની સામે કેબલ કંપનીઓનું ટકી રહેવું લગભગ નામુમકીન જેવુ જ છે.
આ ઉપરાંત વાત કરીએ ઇન્ટરનેટ સ્પીડની તો એમબીપીએસની જગ્યાએ હવે જીબીએસથી સ્પીડ આપવાનું મુકેશ અંબાણીએ જાહેરાત કરી છે.
જેનાથી કોઇ પણ એપ્લીકેશન માત્ર સેંકડોમાં ડાઉનલોડ થઇ જશે. જીઓ યુઝર્સો માટેની આ શાનદાર ઓફર ઇન્ટરનેટ જગતમાં ડીજીટલ ક્રાંતિ આણશે. અને સાથે સાથે જીઓ પોતાની આવકને પણ બુસ્ટર ડોઝ આપશે.
વિશ્ર્લેષણ અભીજીત બોરાએ આ વિશે જણાવ્યું કે, જીઓની આ આકર્ષક જાહેરાતોથી જીઓ યુઝર્સની સાથે સાથે આખા ભારત દેશને લાભ મળશે અને જીઓ ગીગા ફાયબર સર્વિસથી રિલાયન્સ તેના ડીજીટલ બીઝનેશની આવક અનેકગણી વધારી શકશે.
* જીઓએ પાછલા બે વર્ષમાં ઘણાં શાનદાર રેકોર્ડ નોંધ્યા.
* જીઓ દુનિયાનું સૌથી મોટું નેટવર્ક
* એક જ વર્ષમાં જીઓના ગ્રાહકોની સંખ્યા ડબલ
* ૨૨ માસમાં જીઓ સાથે ૨૦.૫ કરોડ ગ્રાહકો જોડાયા
* ભારતમાં જીઓ ફોનના ૨૫ મિલિયન યુઝર્સ
* જીઓનો ૩૬,૦૭૫ કરોડ રુપિયાનો નફો
જીઓ ફોન-૨ની વિશેષતાઓ
૪ જીઓ ફોન-૨ અગાઉના જીઓ ફોનની જેમ ૨.૪ ઈંચનો હશે.
૪ ત્રણ નવી એપ્લીકેશન વોટસએપ, ફેસબુક અને યુ-ટયુબ ચલાવી શકાશે.
૪ જીઓ ફોન-૨ની કિંમત રૂ.૨૯૯૯
૪ હોરિમેન્ટલ સ્ક્રીન વ્યુઈંગ એકસપીરીયન્સ મળશે.
૪ ડયુઅલ સીમની સો એક લાઉડ મોનો સ્પીકર રહેશે.
૪ જીઓ ફોન-૨ કાઈ-ઓએસ પર ચાલશે.
૪ ફોનમાં ૫૧૨ એમબીરેમ અને ૪ જીબી ઈન્ટરનલ સ્ટોરેજ હશે.
૪ સ્ટોરેજને એસડી કાર્ડ દ્વારા ૧૨૮ જીબી સુધી વધારી શકાશે.
૪ ફોનમાં ૨ એમપી કેમેરો રહેશે.
૪ ૧૫ ઓગસ્ટના દિવસી ફોન માટે રજીસ્ટ્રેશન શરૂ થશે.
જીઓ બ્રોડબેન્ડ સર્વિસ ગીગા ફાયબર વિશે આ વાતો જાણવી જરુરી
* જીઓ ગીગા ફાયબર સર્વિસ લોન્ચ કરતા મુકેશ અંબાણીએ કહ્યું કે, આ સર્વિસ એક સાથે ૧૧૦૦ ઘરોને જોડશે.
* જીઓ ગીગા ફાયબરનું રજીસ્ટ્રેશન ૧૫ ઓગષ્ટથી શરુ થશે.
* કંપનીની માય જીઓ એપ અથવા જીઓ ડોટ કોમ વેબસાઇટ ઉપરથી ઇચ્છુક ગ્રાહકો રજીસ્ટ્રેશજન કરાવી શકાશે.
* જે શહેરોમાંથી રજીસ્ટ્રેશન સૌથી વધુ થશે તે શહેરોમાં સૌથી પહેલા જીઓ ગીગા ફાયબરની સુવિધા મળશે.
* જીઓ ગીગા ફાયબરનું પોતાનું રોટર જીઓ ગીગા રોટર લોન્ચ
* જીઓ ગીગા ફાયબરને ગીગા સેટ ટોપ બોક્સ મળશે.
* જીઓ ગીગા સેટ ટોપ બોકસ વોઈસ ક્રમાંડ અવા જીઓ ફોની કંટ્રોલ થઈ શકશે.
* જીઓ ગીગા સેટ ટોપ બોકસ કી ટીવી વિડીયો કોલિંગ થશે.
* જીઓના કર્મચારીઓ ઘરે આવી માત્ર એક કલાકમાં જીઓ ગીગા સેટ ટોપ બોકસ ફીટ કરી જશે.
* જીઓ ગીગા સેટ ટોપ બોકસ સાથે ફાયબર લાઈનનું ઈન્સ્ટોલેશન મફતમાં
* ૧૫ ઓગસ્ટ સુધીમાં જીઓ ગીગા ફાયબર સર્વિસની કિંમત જાહેર થશે.
* મોબાઈલ અને બ્રોડબેન્ડ સર્વિસ માટે રીલાયન્સે અત્યાર સુધીમાં ૨૫૦ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું.