સેન્સેક્સ 67560  પોઇન્ટ અને નિફટી 19974 પોઇન્ટના રેકોર્ડબ્રેક સ્તરે સ્પર્શ્યા : માર્કેટ તૂટ્યા બાદ પણ જોરદાર રિકવરી થતા રોકાણકારો રાજી-રાજી

વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અને મજબૂત અર્થતંત્ર ભારત અત્યારે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચી રહ્યું છે. જેને પગલે ભારતીય શેર બજાર રોજ બરોજ નવા વિક્રમો સર્જી રહ્યું છે. જેને પરિણામે આજે પણ શેરબજાર ઓલ ટાઈમ હાઈ રહ્યું છે.સેન્સેક્સ 67560 પોઇન્ટ અને નિફટી 19974 પોઇન્ટના રેકોર્ડબ્રેક સ્તરે સ્પર્શ્યા છે. જેને પરિણામે રોકાણકારો રાજી-રાજી થઈ ગયા છે.

સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે સ્થાનિક શેરબજારની શરૂઆત સપાટ થઈ હતી.  ગુરુવારે સેન્સેક્સમાં લગભગ 23 પોઈન્ટના ઘટાડા સાથે કારોબારની શરૂઆત થઈ.  નિફ્ટીમાં પણ કારોબારની શરૂઆત સુસ્તી સાથે થઈ હતી.  શરૂઆતના વેપારમાં, સેન્સેક્સ 40.68 (0.06%) પોઈન્ટ ઘટીને 67,056.76 પોઈન્ટ પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 14.90 (0.08%) ઘટીને 19,818.25 પોઈન્ટ પર બંધ થયો હતો.  શરૂઆતી કારોબારમાં આઈટી સેક્ટરના શેરોમાં દબાણ જોવા મળ્યું હતું.  નબળા વૈશ્વિક સંકેતોને પગલે બજારમાં ભારે વેચવાલી જોવા મળી રહી હતી.  આ દરમિયાન સેન્સેક્સમાં 66831ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટી પણ 19758ની નીચલી સપાટી એ સ્પર્શયો હતો.

જો કે ત્યારબાદ શેરબજારમાં જબરદસ્ત રિકવરી શરૂ થઈ હતી. શેરબજાર હવે વધુ એક નવા શિખરે પહોંચી ગયું છે.  સેન્સેક્સ અને નિફ્ટીએ આજે ફરી ઇતિહાસ રચ્યો છે.  સવારના ઘટાડા પછી સેન્સેક્સ 67560ની સપાટી જોઈ છે.  બીજી તરફ નિફ્ટી આજે 19958ની નવી ઊંચી સપાટીએ સ્પર્શ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે ભારત હાલ રોકાણની દ્રષ્ટિએ વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ હોય, મોટા પ્રમાણમાં રોકાણકારો આકર્ષાય રહ્યા છે. આ ઉપરાંત વિશ્વના અનેક દેશો અત્યારે  અનેક આર્થિક સમસ્યાઓમાં ફસાયેલા છે. તેવામાં ભારત જેટગતિએ આગળ વધી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.