આજે ૨૦ ફેબ્રુઆરી એ સમગ્ર દેશમાં ‘નેશનલ લવ યોરપેટ ડે’ ઉજવાશે આજે પાલતું પ્રાણી પ્રત્યે પ્રેમ-હૂંફ-કરૂણા દર્શાવવાનો દિવસ છે. માનવજીવન સાથે પશુ પંખીઓ આદી કાળથી જોડાયેલ છે. તેના વગર માનવ જીવન શકય નથી. પર્યાવરણની સુરક્ષા માટે પણ પાલતું પ્રાણી હોવા જરૂરી છે. આજે તો પ્રાણીઓઉપર થતી હિંસાઓ સામે કાયદાકીય જોગવાઈ છે. પણ વર્ષો અગાઉ આવું નહતુ માણસો પ્રાણીઓનાં શિકાર કરતા હતા.
આજે પેટ લવર કલબ દ્વારા વિવિધ કાર્યક્રમો પણ યોજાય છે. જેમાં પોતાના પાળેલા ડોગ, કેટ, હોર્સ,ગાય , ભેંસ, પોપટ, વિગેરે પશુ પંખીઓને પોતાનં સંતાનો કરતાં પણ વધુ વહાલ કરી ને તેનોઉછેરકરી રહ્યા છે. ઘર આંગણાનાં પશુ પક્ષી, પ્રાણી સાથે કુદરતી ખોળે જંગલમાં રહેતા જંગલી પ્રાણીઓ વિગેરેની રક્ષણ જતનની જવાબદારી આપણી છે તે આજનો દિવસ સૌને યાદ કરાવે છે. આજે સમગ્ર દેશમાં પાળેલા જાનવરો પ્રત્યે આપણે રાષ્ટ્રીય પ્રેમ દિવસ ઉજવીએ છીએ.
માનવજાતીએ સભ્યતાનું પગલુ માંડયું ત્યારથી જાનવરો આપણી સાથે વર્ષો પહેલા આદીકાળમાં ભેડીયા સદીઓથી માનવજાતી સાથે રહેતા હતા બાર હજાર વર્ષ પહેલા કૂતરા બિલાડીને પણ કબ્રમાં દફનાવતાની નોંધ પૂરાણ ગ્રંથોમાં છે. આ બધા ઉપરથી નકકી થાય કે માનવજાતને પ્રાણીઓ સાથે બહુ જૂનો નાતો છે. વિશ્ર્વમાં પહેલીવાર ૧૬૦૦ના દશકામાં રમકડાનાં ડોગની પ્રજાતિ રાખવાની શરૂઆત થઈ સ્પેનમાં ૧૯૬૦માં પક્ષી બજાર શરૂ થઈ હતી. પછી તો અમેરિકન કેનલ કલબ દ્વારા ડોગ શો શરૂ થયા જે આગળ જતા આ પ્રાણી પ્રેમ દિવસ તરીકે ઉજવણી થાય છે.
ટાઈમ લાઈન મુજબ ૧૨૨૬માં જાનવરો અને પર્યાવરણ સંરક્ષક સંત ફ્રાંસીસની યાદમાં ૪ ઓકટોબરે તથા ૧૯૨૫માં જર્મનીમાં વિશ્ર્વ પશુ દિવસ સાથે ૨૦૦૪માં અમેરિકામાં રાષ્ટ્રીય ડોગ ડે ઉજવાયો હતો. આજે ૨૧મી સદીમાં પાલતુ પશુ પક્ષી રાખવાનો ક્રેઝ વધ્યો છે. આજે તો નાના બાળકોથી મોટેરા તમામને પોતે પાળેલ ન હોય છતાં તે પ્રાણી પ્રત્યે પ્રેમ હુંફ લાગણી પ્રગટ કરે છે ને તેને ભોજન પણ આપે છે. સ્ટ્રીટ ડોગ પ્રત્યે તથા તેની મુશ્કેલીમાં મદદ કરવાની યુવા વર્ગમાં સારી જાગૃતિ આવી છે.
આજે તમારા પાલતુ જાનવર ને કંઈક નવીન બનાવો, ફરવા લઈ જાવ, હગકરો સાથે પ્રેમ-હુંફ અને લાગણી સાથે શ્રેષ્ઠ લાલન પાલન કરો. આજના દિવસે કોઈ પાલતુ જાનવરને એડોપ્ટ પણ કરી શકો છો. આજે કોઈ પણ જાતની શર્ત વગર તમારા પાળેલા ડોગ , કેટ, પોપટ વિગેરેને પ્રેમ કરો. કોઈપણ પાલતુ જાનવર આપણી પાસે ગેમ ત્યારે આવે ત્યારે આપણો ચહેરો ખુશ થાય છે. પ્રાણીઓ પ્રત્યે અનુકંપા દર્શાવવા તેની પ્રશંસા કરો, તેની સાથે સમય વિતાવો, તેને રમકડા આપોને સુરક્ષા પ્રદાન કરો, સારા ખોરાક સાથે માંદગી વખતે સારી ટ્રીટમેન્ટ કરો ને તમારા પ્રાણીને અનહદ પ્રેમ કરો.
તમારા પાલતું પ્રાણી જેના હકદાર છે. તે પ્રેમ, સ્નેહ આપો ૨૦૦૦ પછી વિશ્ર્વભરમાં જાગૃતિ આવતા લોકો વધુને વધુ પશુ-પક્ષીઓ પાળવા લાગ્યા છે. પાલતુ જાનવર ઘરમાં હોવાથી તમારા બાળકો આનંદમાં રહે છે, ને તમારા હાર્ટને લગતી બિમારી ઓછી આવે છે.