હવે આપણે ‘કોરોના’થી ડરવાનું – ગભરાવાનું કે ભાગવાનું નથી પણ તેની સાથે જીવતા શિખી લેવું પડશે. તેમ વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ સલાહ આપી છે. તમારી આસપાસ જ આ વાયરસ છે તે નજર સમક્ષ રાખીને આપણી જીવન શૈલી બદલવી પડશે.
વિશ્ર્વ આરોગ્ય સંગઠને ચેતવણી આપી છે કે કદાચ શકય બને કે એચ.આઇ.વી. જેમ કોરોના વાયરસ પણ કયારેય જશે નહી કે લાંબો સમય પૃથ્વી પર રહેશે. સંગઠનના કાર્યકારી નિર્દેશક ડો. રીયાને જણાવેલ છે કે એચ.આઇ.વી. સંક્રમણની જેમ કોરોના વાયરસ દુનિયામાં કાયમી વસવાટ કરવાવાળો વાયરસ બની જાય. ૧૯૮૧ થી આપણી વચ્ચે HIV એચ.આઇ.વી.જીવે જ છે તેની સાથે જીવતા લાખો લોકો પણ જીવી જ રહ્યા છે, એમ કોરોના પણ કયારેય ન જાય તેવો વાયરસ બની શકે એમ છે. તેથી સૌએ તકેદારી રાખવી જરૂરી છે.
એઇડસ અને કોરોના આ બિમારીની તુલના કરીએ તો આપણને સમજાય જાય કે આપણે વ્યવહારૂ બનવું પડશે. ડો. રિયાને વધુમાં જણાવેલ કે મને નથી લાગતું કે કોઇ બતાવી શકે કે ‘કોરોના’ બિમારી કયારે ખત્મ જશે. વિશ્ર્વ આરોગ્ય સંગઠનો જણાવેલ કે અત્યારે પ્રતિબંધ હટાવવાની હમણાં જરૂર નથી. જો આપણે અત્યારે બધુ ખોલી નાખીશું તો કોરોના વાયરસ વધુ પ્રસરી શકે છે. ડો. રિયાને એક આપાતકાલિન કાર્યક્રમમાં વધુમાં જણાવેલ કે તમે રોજ તેના સંક્રમણમાંથી બહાર કરી શકશો. ત્યારે જ લોકડાઉન ખોલી શકશો. જેનાથી વાયરસ ફેલાવાનો ખતરો ઓછો થાય જો અત્યારે એટલે કે સ વધે છે. ત્યારે લોકડાઉન ખોલશો તો કોરોના વાઇરસ ઝડપથી ફેલાઇ શકે છે.
કોવિડ-૧૯ ની રસી વિશે વાત કરતા વિશ્ર્વ આરોગ્ય સંટઠનના કાર્યકારી નિર્દેશક ડો. રિયાને વધુમાં જણાવેલ છે કે આપણું લક્ષ્ય એ વાયરસને ખત્મ કરવાનું છે, એના માટે આપણે વેકસીન બનાવવું પડશે. જે ખુબ જ અસરકારક હોય આપણે બધા સાથે મળીને કામ કરવાનું છે, અને એનો ઉપયોગ પણ બધા માટે કરવાનો છે. આ વાયરસ આપણાં સમુદાયમાં સ્થિર વાઇરસ બની જાય અને એવું પણ બને કે એ કયારેય ખત્મ ન થાય જેમ કે એચ.આઇ.વી. વાયરસ જે આજે પણ ખત્મ નથી થયો.