કેસરની ‘સોડમ’ હવે અમેરિકામાં પ્રસરાશે !!!
અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી કેરીનું આયુષ્ય 25 દિવસ વધી જશે !!!
કેસરની સોડમ હવે ગુજરાતમાં જ નહીં વિશ્વના દેશોમાં પ્રસરાશે. જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે હવે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન લિમિટેડ અદ્યતન ટેકનોલોજીનું નિર્માણ પાવડા ખાતે કર્યું છે પરિણામે હવે ગુજરાતની કેસર સીધી જ અમેરિકા નિકાસ થશે. કેસર કેરીનું ઘર એટલે કે અમરેલી અને કચ્છ હોવાના કારણે કેરી ઉત્પાદકોને હવે ખૂબ મોટો ફાયદો થશે અને સારા ભાવ પણ મળશે. અત્યાર સુધી ગુજરાતની કેસર કેરી મહારાષ્ટ્ર મારફતે અમેરિકામાં તેનો નિકાસ થતો હતો પરિણામે જે લોજિસ્ટિક ખર્ચ પણ એટલો જ લાગતો હતો જે હવે નહિવત રહેશે. બાવલા ખાતે પ્રસ્થાપિત કરવામાં આવેલા આ ટેકનોલોજીને યુએસ ડિપાર્ટમેન્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ જણાવ્યું હતું કે તેમની પાસે આ ટેકનોલોજી વર્ષ 2014 થીજ હતી પરંતુ યોગ્ય મંજૂરી ન મળવાના કારણે કેસર કેરી મહારાષ્ટ્ર થકી અમેરિકા પહોંચતી હતી. રેડીએશન સુવિધા વિકસિત થતા જ હવે કેરીનું આયુષ્ય 25 દિવસ સુધી લંબાઇ જશે. આ વખતે જીએઆઈસી દ્વારા 400 ટન કેરીનો નિકાસ સીધો જ અમેરિકા કરવાનો નિર્ધાર કર્યો છે. ગત વર્ષે 813 ટન કેરી અમેરિકા પહોંચી હતી અને 33.68 કરોડનો વ્યાપાર પણ થયો હતો જેમાં લોજિસ્ટિક કોસ્ટ નો પણ સમાવેશ થયો છે અને ગત વર્ષે જે કેરીનું નિકાસ કરવામાં આવ્યો તે મહારાષ્ટ્ર મારફતે થયો હતો.
અમેરિકાએ એ વાતની સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે જે કેરી તેઓ આરોગે છે તે કેરી પર એક પણ પ્રકાર ના જીવજંતુ ન હોવા જોઈએ જેના માટે ગુજરાતે ઇરરેડીએશન ટેકનોલોજી વિકસાવી છે. ટેકનોલોજી વિકસાવવાથી ગુજરાતના ખેડૂતો કે જેઓ કેરી નું ઉત્પાદન કરે છે તેઓને સારા ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાંથી મળશે કારણકે કેસર કેરી માટે અમેરિકા સૌથી મોટું માર્કેટ છે અને માંગમાં પણ વધારો જોવા મળે છે. અમેરિકા જ નહીં આગામી દિવસોમાં ઓસ્ટ્રેલિયા માર્કેટ પણ કેસર કેરી માટે ખુલશે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના એગ્રીકલચર કમિટીના ચેરમેન આશિષ ગુરુએ જણાવ્યું હતું કે, રાત કેરી ઉત્પાદન કરતો સૌથી મોટો રાજ્ય છે અને મેક્સિકન કેરીની સરખામણીમાં ગુજરાતની કેરીની ગુણવત્તા ખૂબ જ વધુ છે ત્યારે અમેરિકા વધુને વધુ ગુજરાતની કેરી ઉપર મદાર રાખે છે. અધ્યતન સુવિધા વિકસિત થતાં નિકાસકારો કેરીના ભાવમાં વધારો કરી શકે છે કારણ કે પ્રીમિયમ ક્વોલિટી હોવાના કારણે કેરીને પૂરતો ભાવ પણ મળતો રહે છે.