નવા સ્ટેટસ અપડેટ ટાઈપ માટે બેકગ્રાઉન્ડનો રંગ પસંદ કરવાનો વિકલ્પ એક પોપઅપના રૂપમાં બતાવશે
પોપ્યુલર મેસેજીંગ એપ્લીકેશન વોટસએપ દીનપ્રતિદિન નવાનવા અપડેટ લાવી રહ્યું છે. ત્યારે ગ્રાહકો માટે ફરી વધુ એક અપડેટ લાવ્યું છે. જેમાં ફેસબુકની જેમ કલરફૂલ ટેકસ્ટ કરી શકશે જી.હા. વોટસએપ યુઝર્સ પોતાના ટેકસ્ટ સ્ટેટસને રંગબેરંગી બેકગ્રાઉન્ડની સાથે મૂકી શકશે.
આ સુવિધા ફેસબુક જેવી છે જયાં નવા સ્ટેટસ અપડેટ ટાઈપ કરવા પર બેકગ્રાઉન્ડનો રંગ પસંદ કરવાનો વિકલ્પ એક પોપઅપનાં ‚પમાં બનાવશે તેમજ વોટસએપમાં બેકગ્રાઉન્ડને ટેકસટ્ સ્ટેટસમાં જોડવા માટે પેન્સીલ આઈકોન પર કિલક કરવું પડશે જે સ્કિન પર નીચેની બાજુ જમણી સાઈડ પર હશે.
જોકે વોટસએપે આ અપડેટ તેના તમામ યુઝર્સો માટે લાગૂ નથી કર્યું વોટસએપે હાલમાં જ ટેકસટ સ્ટેટસ ફીચર્સને બીજીવાર શ‚ કર્યું છે. જેને ફેસબુકની સ્ટોરીઝની જેમ સ્ટેટસને લોન્ચ કરતી વખતે હટાવી લીધું હતુ.