આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અજિત લોખીલે ગેરેન્ટી કાર્ડ કેમ્પેઇનને રાજકોટમાં વેગ આપ્યો
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અજિત લોખીલએ મીડિયા સમક્ષ એક મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ 3 સપ્ટેમ્બરના રોજ રાજકોટથી ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પની શરૂઆત કરી હતી આ દરમિયાન તેમણે રાજકોટની જનતા સમક્ષ જઈને આમ આદમી પાર્ટીની ગેરંટીઓની જાણકારી આપી હતી. અરવિંદ કેજરીવાલજી એક મુખ્યમંત્રી હોવા છતાં પણ એક સામાન્ય નાગરિકની જેમ રાજકોટના લોકોને મળ્યા હતા.
અરવિંદ કેજરીવાલજીએ લોકોને ગેરંટી કાર્ડ આપ્યા હતા અને વિશ્વાસ અપાવ્યો હતો કે ફક્ત આમ આદમી પાર્ટી જ એવી પાર્ટી છે જે પોતાના દરેક વાયદાની સાથે એક ગેરંટી કાર્ડ પણ આપે છે. કારણકે આમ આદમી પાર્ટી પોતે કરેલા વાયદાઓને પુરા કરી બતાવવામાં માહેર છે. દિલ્હી અને પંજાબમાં જે પ્રમાણે પોતાના વાયદાઓ ઉપર કામ કર્યું તે જ પ્રમાણે ગુજરાતમાં પણ કામ કરવામાં આવશે. અરવિંદ કેજરીવાલજી ને મળીને રાજકોટના લોકોએ જણાવ્યું કે આ વખતે વિધાનસભા ચૂંટણીમાં ફક્ત રાજકોટ જ નહીં પણ આખા ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીની સાથે છે કારણકે આ ચૂંટણીમાં ગુજરાતની જનતાની સામે એક ઈમાનદાર અને શ્રેષ્ઠ વિકલ્પ મોજુદ છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અજિત લોખીલએ કહ્યું કે આમ આદમી પાર્ટી ઈમાનદાર પાર્ટી છે. જો અમે ઈમાનદારીથી કામ કરીશું તો સરકારના ઘણા પૈસા બચશે અને આ બચેલા પૈસાથી લોકોને ઘણી સુવિધાઓ આપી શકશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ અમે દરેક બેરોજગારને રોજગાર આપીશું અને જ્યાં સુધી રોજગાર નહીં મળે ત્યાં સુધી રૂા.3000 બેરોજગારી ભથ્થુ આપીશું. 10 લાખ નવી સરકારી નોકરીઓનું સર્જન કરીશું. જેમ દિલ્હીમાં વીજળી મફત મળે છે અને પંજાબમાં વીજળીનું બિલ હવે શૂન્ય છે, તેવી જ રીતે ગુજરાતમાં પણ દર મહિને 300 યુનિટ વીજળી મફતમાં આપવામાં આવશે અને તમામ જૂના બિલ માફ કરવામાં આવશે. 18 વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાને દર મહિને રૂા.1000 સન્માન રાશિ આપવામાં આવશે.
જે રીતે દિલ્હીમાં સરકારી શાળાઓ પ્રાઈવેટ શાળાઓ કરતાં વધુ સારી બનાવવામાં આવી છે, તેવી જ રીતે ગુજરાતમાં પણ વ્યવસ્થિત સરકારી શાળાઓ બનાવીશું, જેથી લોકોનો શિક્ષણ પાછળ થતો ખર્ચ સમાપ્ત થશે. પ્રાઈવેટ શાળાઓને ફી વધારવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તમામ મેડિકલ સારવાર મફત કરાશે, તમામ દવાઓ, તમામ ટેસ્ટ, તમામ ઓપરેશન મફત થશે, પછી તે કોઈપણ રોગ હોય.
આમ આદમી પાર્ટીએ પંજાબમાં પણ જે જે વાયદાઓ કર્યા હતા એ બધા વાયદાઓ ઉપર કામ શરૂ થઈ ગયું છે. 300 યુનિટ મફત વીજળી, રૂા.35,000 કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવા, ખેડૂતોની જમીનના કબજા અપાવવા, ભરતીઓ બહાર પાડવી અને મોહલ્લા ક્લિનિક બનાવવા આવા ઘણા બધા વાયદાઓ પૂરા કર્યા છે અને બાકીના વાયદાઓ ઉપર કામ ચાલુ છે.