અરૂણાચલ પ્રદેશનાં કેટલાક લોકો હવે ચીનાની જેમ ખોરાકમાં કિંગ કોબ્રાનો ઉપયોગ કરવા લાગ્યા છે.
તાજેતરમાં એક વિડીયો વાઈરલ થયો હતો તેમાં ત્રણ યુવાનો પોતાના ઝેરીલા કિંગકોબ્રાનો શિકાર કરી પોતાના ખંભા પર ઉચકી તેના કેળના પાન પર કટકા કરી માસને રાંધતા જોવા મળ્યા હતા.
આ યુવાનોએ કિંગ કોબ્રાનો શિકાર કરી તેનો ખોરાકમાં ઉપયોગ કયો હતો. આ વિડીયોમાં એક વ્યકિત એવું બોલતો જોવા મળ્યો હતો કે મારી પાસે ખાવા માટે હવે અનાજ કે ભાત કંઈ ખાવાનું જ નથી જેથી અમારે ખાવા માટે આવા કિંગ કોબ્રાનો શિકાર કરી ખાવાની ફરજ પડી રહી છે.
અમારા ઘરમાં કંઈ ખાવાનું ન હોવાથી અમે જંગલમાં ગયા કે કંઈ મળે તો ખાઈએ જંગલમાં અમને ઝેરીલો કિંગ કોબ્રા જોવા મળ્યો અ ને અમે તેનો શિકાર કર્યો હતો અને ખોરાકમાં ઉપયોગ કયો હતો. કિંગ કોબ્રા વિલુપ્ત થતી જાતીમાં હોય તેનો શિકાર કરવો ગુનો બને છે. એથી સતાવાળાઓએ તેઓની સામે કેસ કર્યો છે. અને તેની શોધખોળ હાથ ધરી છે. જો કે તેઓ હજુ પકડાયા નથી આ ગુનામાં જામીન પણ મળતા નથી અરૂણાચલ પ્રદેશ કેટલીય જાતીના સાપનું ઘર છે. અને અનેક જાતીનાં સાપ સહિતના સરિસૃપો અહી જોવા મળે છે.