આઈઆઈટી ખરગપુરનો રસપ્રદ સર્વે: જુસ્સામાં આવીને કે લાગણીવશ થઈને થઈ જાય છે ખોટી પસંદગી
સામાન્ય રીતે એવી માન્યતા છે કે શોપિંગ કરવામાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓ વધુ આગળ છે. કોઈપણ ડ્રેસની જ તેને પ્રથમ નજરમાં જ ગમી ગયો હોય તેની પસંદગી કરે અને જયારે બીલ આપવાનો સમય થાય કે બીલમાં તે ડ્રેસની કિંમત જોવે તો તુરંત જ તે ડ્રેસ ખરીદવાનું ટાળી દે આવું માત્ર માત્ર સ્ત્રીઓ માટે જ માનવામાં આવતું હતું જોકે હવે પુરુષો પણ શોપીંગમાં છેલ્લી ઘડીએ પસંદગી બદલી નાખે છે.
આઈઆઈટી ખરગપુરના એક સર્વે મુજબ પુરુષો અને સ્ત્રીઓ બંને છેલ્લી ઘડીએ ખરીદી કરેલી વસ્તુની પસંદગી બદલી નાખે છે. જેનું તેમને દુ:ખ પણ થાય છે. આ માત્ર સ્ત્રીઓના કિસ્સામાં જ નહીં પરંતુ પુરુષોના કિસ્સામાં પણ થાય છે. આ સર્વે યુકેના એમીરેલ્ડ ઈન્સાઈટ ક્ધસીડર લીડીંગ જનરલ ઈન મેનેજમેન્ટ રિસર્ચમાં થયો હતો જેને એમીરેડ લીટરેટી એવોર્ડ ૨૦૧૮થી નવાજવામાં આવ્યો. આ અંગે સર્વે કરનારે કોલકતાના ઘણા બધા શોપિંગ મોલમાં દુકાનદારોના ઈન્ટરવ્યુ કર્યા હતા અને એવું જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે કેટલા પુરુષોની સરખામણીમાં કેટલી મહિલાઓ શોપિંગ કરવા આવે છે અને એમાંથી કેટલા લોકો છેલ્લી ઘડીએ પોતાની પસંદગી બદલી નાખે છે.
આ સર્વેમાં પુરુષો અને સ્ત્રીઓની ખરીદીની પેટર્ન કેવી છે અને તેમની વર્તણુક કેવી છે તે પણ જોવામાં આવ્યું હતું. આ સર્વોમાં પાંચ કારણો સામે આવ્યા. સમસ્યા, જરૂરીયાત, માહિતી, એવલ્યુશન ઓફ ઓલ્ટરનેટીવ, ખરીદીનું ડિસિઝન અને ખરીદી પહેલાની વર્તણુક ધ્યાનમાં રાખવામાં આવી. આઈઆઈટી ખરગપુરના સંગીતા સ્વૈનિ જે વિનોદ ગુપ્તા બિઝનેશ સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં ફેકલ્ટી તરીકે ફરજ બજાવે છે. તેમણે કહ્યું કે, શોપિંગ એ એક આદત છે. કયારેક જુસ્સામાં આવીને શોપિંગ થઈ જતી હોય છે પરંતુ જયારે ખરીદી કર્યા બાદ વાસ્તવિકતાની સમજ આવે કે આ વસ્તુ આપડા કોઈ કામની નથી કે આની કિંમત વધારે છે કે અન્ય કોઈપણ બાબત જયારે સમજમાં આવે ત્યારે તુરંત જ ખરીદેલી વસ્તુ પાછી મુકી દઈએ છીએ કે પછી તે વસ્તુની ખરીદીનો વિચાર જ બદલી નાખીએ છીએ.
આ સર્વે પ્રાથમિક કક્ષાએ બે વિચાર ધારાઓ પહોંચ્યો જુસ્સાથી કરેલી ખરીદી અને લાગણીવશ થઈને કરેલી ખરીદી પરંતુ જયારે મુડ બદલાઈ જાય અને સકારાત્મક લાગણીઓ બહાર આવે ત્યારે ખરીદીનો જુસ્સો ઘટી જાય છે અને પુરુષો કે સ્ત્રીઓ છેલ્લી ઘડીએ શોપિંગની પસંદગી બદલી નાખે છે.