‘માનવી ત્યાં સુવિધા એક માત્ર મંત્ર’માં માનતા
હું જ્યારે જ્યારે રાજકોટ આવું છું મને કંઇને કંઇ નવી સુવિધા જોવા મળે છે રાજકોટ એ એક મેટ્રો સીટી બનવા ભણી બુલેટ ટ્રેનની સ્પીડે આગળ વધી રહ્યું છે અને કદાચ આગામી પાંચ વર્ષમાં રાજકોટના લોકો જો શહેરમાં લટાર મારશે તો તે આ રમીયાણા રાજકોટમાં વસે છે તે વિચારીને અભીભૂત થઇ જશે, ઉપલો કાંઠો લ્યો કે રાજકોટ લ્યો, જામનગર રોડ લ્યો કે પછી ગોંડલ રોડ ચોકડી, રાજકોટ એ વિકાસને સમતોલની સાથે સમૃધ્ધ બનાવ્યું છે, સૌરાષ્ટ્રનું આ પાટનગર ગૌરવ લઇ શકે તેના માટે જો કોઇ યશ આપવો હોય તો તે 45 વર્ષથી ચાલી આવતા ભારતીય જનતા પક્ષના મહાનગર પાલિકાના શાસનને છે અને તેમાં પણ છેલ્લા સાડા વર્ષમાં રાજકોટના જ પોતીકા શ્રી વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી બન્યા પછી તેઓએ એક કોર્પોરેટરથી લઇ મેયર સુધીની રાજકોટની વિકાસ ચિંતા કરી હતી તેને હવે તેઓ એક આર્કીટેકટની જેમ આકાર આપી રહ્યા છે અને ફકત રાજકોટ જ નહીં સમગ્ર સૌરાષ્ટ્ર માટે આ સુવિધા ઉપકારક બની રહી છે તેમાં બે મત નથી, રાજકોટના પ્રોજેકટ કદાચ ગણવા બેસો તો તેની યાદી પુરી થાય તે પુર્વે જ એક નવો પ્રોજેકટ આવી ગયો હશે તે નિશ્ર્ચિત છે અને રાજકોટની વધતી જતી વસ્તી અને આવશ્યકતા જ નહીં સમગ્ર સૌરાષ્ટ્રની ચિંતા કરીને રાજકોટને સૌરાષ્ટ્રનું ગ્રોથ એન્જીન બનાવવા પછી તે ઉદ્યોગ કે આરોગ્ય, શિક્ષણ હોય કે આંતરરાષ્ટ્રીય ધંધાને જોડતી સુવિધા આ તમામમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જે એક આયોજનબધ અસરકારક અમલથી રાજકોટના લોકોને કદાચ ગાંધીનગર જવું ન પડે અને સરકાર તમારે દ્વારનું અહેસાસ થાય તેવી સ્થિતિ સર્જી છે. રાજકોટવાસીઓને એ યાદ છે કે પૂર્વ મેયર અરવિંદભાઇ મણીયારએ રાજકોટના માર્ગોને પહોળા કરવાની કામગીરી કરી હતી અને ત્યારથી રાજકોટની શરુ થઇ. ભારતીય જનતા પક્ષના શાસનમાં એક પછી એક ટર્મ એક બાદ એક મેયર અને ચુંટાયેલા પ્રતિનિધિઓએ રાજકોટના વિકાસને અનુરૂપ બ્લુ પ્રીન્ટ બનાવી તેમાં પણ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો ફાળો હતો અને હવે અમલમાં પણ તેઓ જ નેતૃત્વ આપી રહ્યા છે. શા માટે રાજકોટ છેલ્લા 45 વર્ષથી ભારતીય જનતા પક્ષને પાલિકામાં સુકાન સોંપે છે તેનો જવાબ મેળવવો અત્યંત સરળ છે. લોકો 2000 થી 2005ના એક ટુંકાગાળાના દુસ્વપ્નને ભુલી જવા માંગે છે કે જ્યારે કોંગ્રેસનું શાસન આવ્યું હતું અને રાજકોટનો વિકાસ લગભગ એક દસકા પાછળ ચાલ્યો ગયો હતો અને તેથી જ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોંગ્રેસના શાસનનો વિકાસનો ખાડો પડયો હતો વિકાસના સિમેન્ટ કોંક્રીટથી ભરી દીધો અને તેના પર બુલડોઝર ફેરવી દીધું કે જનતાને કદી કડવી યાદ આવે જ નહીં.
કોંગ્રેસના શાસનમાં વિકાસમાં ખાડો પડયો હતો વિકાસના જ સિમેન્ટ કોંક્રીટથી વિજયભાઈએ ભરી દીધો: રાજકોટવાસીઓના સપના સાકાર કર્યા
રાજકોટ શહેરનો વિકાસ આયોજનબધ્ધ થાય તે માટે વર્ષોથી ગાંધીનગરની ફાઇલોમાં મહાનગરની ટાઉન પ્લાનીંગ સ્કીમ ધુળ ખાતી હતી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રાજકોટના જુના વિસ્તારોમાં રહી ચુક્યા છે અને નવા વિસ્તારો તેમની સામે આકાર લેતા હોય તે જોયું છે અને તેથી જ ટાઉન પ્લાનીંગ સ્કીમની અગત્યતા તેના સિવાય કોણ આટલી ગંભીરતાથી લઇ શકે. રાજ્યના શહેરી વિકાસ મંત્રાલયમાં રાજકોટની જે ટાઉન પ્લાનીંગ સ્કીમ પડી હતી તેને ફટાફટ મંજુરી મળે તે માટે તંત્રને કામે લગાડી દીધું જ્યાં કોઇ જરુરી હોય ત્યાં સુધારા થયા રાજકોટની આસપાસનો વિસ્તારનું પ્લાનીંગ શ્રેષ્ઠ રહે તે જોયું. આયોજન વગરનો વિકાસ પુરતા લાભ આપી શકતું નથી તે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી જાણતા હતા અને તેથી જ વિકાસના લાભો છેવાડાના વિકાસ સુધી પહોંચે તથા નવા વિસ્તારોમાં પણ આરોગ્ય, શિક્ષણ, બાગ-બગીચા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે કોમન પ્લોટની વ્યવસ્થા કરી અને રાજકોટના નવા વિસ્તારો શહેરની શાન સમાન બની ગયા છે.
કોંગ્રેસનાં આયોજન વિહોણા શાસનનાં જીવંત સ્મારક જેવી સૂચિત સોસાયટીઓને રેગ્યુલરાઈઝ કરીને હજારો પરિવારોને રૂપાણીએ રાહત આપી: મુખ્યમંત્રીએ વિકાસ સર્વાંગી બને તે માટે રૈયા ટીપી સ્કીમમાં ન્યુ રેસકોર્ષની ક્લ્પનાને સાકાર કરી
આ ઉપરાંત રાજકોટમાં લાખો ઘરોમાં મિલ્કત વેરાની જે પધ્ધતિ હતી તેમાં નવા કાર્પેટ એરીયાની સિસ્ટમ લાગુ કરી, ભૂતકાળમાં કોંગ્રેસ સરકારોએ ગોળ અને ખોળ બંનેને એક જ રીતે જોયા હતા જેના કારણે સામાન્ય નાના આવાસના માલીકને હાઉસ ટેક્સ ભરવો પડતો હતો હાઉસ ટેક્સ બંગલાવાળાઓને લાગુ પડતો હતો પરંતુ કારપેટ એરીયા મુજબ હાઉસ ટેક્સ ગણતરી મુજબ રાજકોટમાં લાગુ થઇ અને હાઉસ ટેક્સનું બીલ અડધુ થઇ ગયું, લોકો પ્રમાણિકતાથી વેરા ભરવા લાગ્યા અને મહાનગરપાલિકાની આવક પણ વધી, આ ફકત વિજયભાઇ રૂપાણી જ વિચારી શકે. રાજકોટને વિજયભાઇ રૂપાણીની વધુ એક ભેટ ગુજરાતની એક ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ (એઇમ્સ)ની છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં આરોગ્ય સુવિધાને તેનાથી એક નવો વેગ મળશે. વૈશ્ર્વિક કક્ષાની આ ઇન્સ્ટીટયુટમાં મલ્ટી સ્પેશાયાલીટી સુવિધા ઉપલબ્ધ છે જેના કારણે ગરીબ દર્દીને એક વખત સારવાર માટે આવ્યા બાદ તે સ્વસ્થ થઇને બહાર જાય તે જોવાઇ રહ્યું છે. સમગ્ર તબીબી આલમ માટે એક મહત્વનું કદમ છે કે જ્યાં વધુ આધુનિક મેડીકલ ઇકવીટમેન્ટ સારવારની વધુ શ્રેષ્ઠ પધ્ધતિ અને તે પણ સામાન્ય દરે આ એઇમ્સમાં મળશે.
સૌરાષ્ટ્રનો વ્યાપાર ઉદ્યોગ એ દેશ-વિદેશના છેવાડા સુધી પહોંચી ગયો છે અને રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓ વૈશ્ર્વિક પ્રવાસી જેવા બની ગયા છે આ સ્થિતિમાં તેમને દેશ અને દુનિયા જોડતી હવાઇ કનેક્ટિવિટી માટે આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ એ રાજકોટ માટે એક મહત્વની ભેટ બની છે. આ એરપોર્ટ રાજકોટ જ નહીં સૌરાષ્ટ્રના લોકો માટે એક મુસાફરીનું નજીકનું મથક બની જશે, આધુનિક વિમાનોનું એરપોર્ટમાં ઉતરાણ શક્ય બનશે અને કાર્ગો મુવમેન્ટ પણ ઝડપથી થવાથી સૌરાષ્ટ્રના ઉદ્યોગો જ નહીં કૃષિ નિકાસ પણ સૌથી ઝડપી બનશે.
રાજકોટએ એક તરફ સૌરાષ્ટ્ર અને બીજી તરફ સમગ્ર માર્ગ કનેક્ટીવીટી ધરાવે છે. ખાસ કરીને રાજકોટ અને અમદાવાદ વચ્ચેનો ધોરી માર્ગ જે લાંબા સમયથી ફોર લેનાના સ્વરૂપમાં ચાલતો હતો અને વિજયભાઇએ તે માર્ગ પર પ્રવાસ કરતા સમયે વિચારી રાખ્યું હશે તેમ ગુજરાતનું સુકાન સંભાળતા જ આ 230 કિ.મી.થી હાઇવેને સીક્સ લેન બનાવવા મંજુરી આપી અને આજે તે હવે આખરી તબકકામાં છે. થોડો સમય પછી રાજકોટ અને અમદાવાદ વચ્ચેનું અને આ રીતે સૌરાષ્ટ્ર અને ગુજરાત વચ્ચેનો પ્રવાસ વધુ ઝડપી અને સલામત બનશે. આ સીક્સ લેન વિકાસના ધોરી માર્ગ જેવો બની શકે છે. રાજકોટને રંગીલુ શહેર પણ કહેવામાં આવે શહેરના મધ્યમાં આવેલું રેસકોર્ષ હવે રાજકોટના નાગરિકો માટે ટુંકુ પડે છે તે ખ્યાલ આવતા જ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટનો વિકાસ સર્વાંગી બને તે માટે રૈયા ટીપી સ્કીમમાં ન્યુ રેસકોર્ષની ક્લ્પનાને સાકાર કરી છે. અહીં અટલ સરોવર એ રાજકોટના લોકો માટે એક નવું આકર્ષણ બની જશે, ન્યુ રેસકોર્ષની આસપાસ સ્માર્ટ પણ ખ્યાલ છે અને અહીં ફકત ધનીકો જ નહીં પણ આમ વર્ગના લોકો રહી શકે તે માટે હાલમાં જ લાઇટ હાઉસ આવાસ યોજનાનું પણ ખાતમુહુર્ત આપણા વડાપ્રધાનના હસ્તે થયું છે, આમ સામાન્ય વર્ગને પણ રાજકોટની શ્રેષ્ઠ સુવિધાનો લાભ મળે મુખ્યમંત્રીએ જોયું છે અને ફકત તે કોઇ સહેલાણી સ્થળ નહીં આસપાસના નવા રાજકોટને વિકાસ માટેની એક તક પણ આપશે.
વિજયભાઇ જ્યારે પ્રથમ વખત લોક પ્રતિનિધિ બન્યા ત્યારે તેઓએ એક મંત્ર આપ્યો હતો જ્યાં માનવી ત્યાં સુવિધા અને ગુજરાતમાં એક સમયે કોંગ્રેસે જમીનના ધંધાર્થીઓ માટે મોકળાશ સર્જીને જે આયોજનો કર્યા હતા તેના ફલ સ્વરૂપે આપને સુચિત સોસાયટીઓની ભેટ મળી હતી કોઇપણ જાતના ટાઉન પ્લાન વગરનો વિકાસ, આડેધડ બાંધકામ અને ટાઇટલ ડીડ વગરની સતત અધ્ધર જીવે રહેવું પડે તેવા આવાસ, આ તમામ ચિંતા લાખો નાગરિક માટે હતી. વિજયભાઇ રૂપાણીએ આ સૂચિત સોસાયટી કે જે રાજકોટ નહીં ગુજરાતમાં કોંગ્રેસના આયોજન વિહોણા શાસનની ભેટ હતી તેને હવે ગરીબો પ્રત્યેની સંવેદનામાં પલટાવાનો નિર્ણય જ્યાં માનવી ત્યાં સુવિધાના મંત્રને સાકાર કરતા આ વિસ્તારોમાં નળ, ગટર, વિજળી, સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધા આપી અને આંતરીક રોડ પણ બનાવ્યા કે જ્યાં ચોમાસામાં જવાનું એટલે કે કાદવમાં ખુંપવા જેવી સ્થિતિ હતી ત્યાં સડસડાટ વાહનો દોડી શકે તેવા માર્ગો આજે થઇ ગયા છે. હવે આ સુચિત સોસાયટીના નિર્ણાયક ચિંતા કરતા આવાસોને કાયદેસરનું ટાઇટલ ડીડ આપવાની જાહેરાત કરી અને તેનો અમલ પણ શરુ કરી દીધો જેના કારણે સુચિતના નાગરિકો જેઓ પોતાના આવાસના વધુ સારા બાંધકામ માટે બેન્ક ધીરાણ મેળવી શકતા ન હતા તેઓને ટાઇટલના માલિક બનાવીને બેન્કોમાં જવાનો માર્ગ ખુલ્લો કરી દીધો, મકાનોના દસ્તાવેજથી જે ગેરકાનુની હેરાફેરી હતી તેના બદલે રજીસ્ટ્રર દસ્તાવેજો થવા લાગ્યા અને સૂચિતના રહેવાસીઓ બુલડોઝરના ભય વગર રાત્રીના નિરાંતે ઉંઘી શકે તે મુખ્યમંત્રીએ જોયું છે.