બપોરનું ભોજન રાજકુમાર જેવું અને સાંજનું ભોજન ભિક્ષુક જેવું કરવાની નિષ્ણાંતની સલાહ
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે તમામ ઉંમરના લોકો માટે સવારનો નાસ્તો ખુબ જ અગત્યનો હોય માટે સવારનો નાસ્તો રાજાની જેમ કરવો જોઇએ. વિવિધ અભ્યાસો દ્વારા સ્વાસ્થ્યપ્રદ નાસ્તો અનેક રીતે સ્વાસ્થ્યને ફાયદો કરે છે. જેના દ્વારા શરીરના તમામ અંગોમાં સારી અસર પહોંચાડી શકાય છે.
કહેવાય છે કે પાચનક્રિયા, શરીરની કાર્યશકિત, બ્લ્ડ શુગર રેગ્યુલેટ ચરબી ઓગાળવી સહીતના ફાયદાઓ થાય છે. માટે એ જ કારણથી નાસ્તા પર ઘ્યાન આપવું જ‚રી છે. એટલું જ નહીં પણ ચરબી ઘટાડવા માટે પણ સવારનો નાસ્તો મહત્વની ભૂમિકા ભજવે છે. એવું કેલિફોર્નિયાની લોમા લિન્ડા યુનિવસીટીના સંશોધકોના અભ્યાસનું તારણ સૂચવે છે. નાસ્તામાં વધારે ખોરાક લેવાથી શરીરનો બોડી માસ ઇન્ડેક્ષ મેઇનટેઇન કરી શકાય તેમજ તમારી કમરની ચરબીમાં ઘટાડો કરી શકાય છે.
મોટાભાગે આપણે બે ટાઇમ ખોરાક આરોગીએ છીએ જયારે એક વખતનો નાસ્તો છોડી દઇએ છીએ. તેના સ્થાને નાસ્તામાં વધારે ખોરાક લઇ આખો દિવસ ન ખાય તો પણ ચાલે છે. તેમજ તેના દ્વારા વજનમાં સમતા જાળવી શકાય છે. આવું કેલિફોર્નિયાની લોમા લિન્ડા યુન્વિસીટીના હાના કાહલેઓવા જણાવે છે. પોષણની મહત્તમ ઉપયોગીતાની ઇચ્છા હોય તો રાજાની જેવો ખોરાક કરો, રાજકુમારની જેમ બપોરનું ભોજન કરો અને વાળુ ભીખારી જેવું કરો એવું તેમણે ઉમેર્યુ હતું.
આ અભ્યાસ જર્નલ ઓફ ન્યુટ્રીશનમાં છાપવામાં આવ્યો હતો. આ અભ્યાસ સંશોધકોની એક ટીમ દ્વારા ૫૦,૦૦૦ લોકોની ખોરાકની આદતો જણાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં દિન-પ્રતિદિન વજનમાં ઉમર સાથે વધારો થાય છે. પરંતુ ૬૦ વર્ષ પછીના તમામ લોકોના વજનમાં ઘટાડો નોંધવામાં આવ્યો હતો. એવું એલ.એલ.યુ. ના પ્રોફેસર ગ્રે ફઝરે જણાવ્યું હતું.
જયારે ૬૦ વર્ષથી નાના લોકોમાં જેણે અગાઉ કેલેરી મેળવી ચુકયા હતા. તેમનામાં વજન વધારો ઓછો જણાયો હતો. જયારે ૬૦ ની ઉંમર સુધી પહોંચતા વજન ઘટાડો સામાન્ય કરતા વધારે નોંધાયો હતો. સમગ્ર રીતે જોઇએ તો સવારનો નાસ્તો વધારે અગત્યનો છે એવું ફ્રેસરે ઉમેયું હતું.