સ્વામીનારાયણ ગુરૂકુલમાં વિદ્યાર્થીઓનો સમાવર્તન સંસ્કાર યોજાયો

સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર ખાતે ટી.વાય બી.કોમના ગોપીનાથ મંડળના વિદ્યાર્થીઓનો ગુરુકુલમાં  અભ્યાસ કાળ પુર્ણ થતા, પુરાણી ભકિતપ્રકાશદાજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની સાનિધ્યમાં પરંપરાગત રીતે સમાવર્તન સંસ્કાર યોજાયો હતો.  પ્રથમ સમાવર્તિત વિદ્યાર્થીઓએ, પુરાણી ભકિતપ્રકાશદાજી સ્વામી પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીને તથા અન્ય સંતોને હાર પહેરાવી, વસ્ત્ર ઓઢાડી, ચંદનની અર્ચા કરી, પૂજન કર્યું હતું.

આ પ્રસંગે ટી.વાય.ના વિદ્યાર્થી ભૌતિક ભાલાળાએ પોતાની લાગણી પ્રગટ કરતા જણાવ્યું હતું કે, ગુરુકુલ રહીને મેં જે સંસ્કારો મેળવેલ છે અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જે પ્રેમ આપેલ છે તે કદી ભૂલાશે નહીં. આ પ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતુ કે તમે ગુુરુકુલ જેવી સંસ્કારધાત્રી સંસ્થામાંથી બહાર ક્ષેત્રમાં જઇ રહ્યા છો ત્યારે તે સંસ્કારને કયારેય ભૂલશો નહીં. અને તેને પ્રસરાવજો. આચાર્ય, સંતો, દેવ, શાસ્ત્રો, મંદિરો, હરિભકતો સહિત જે ષડંગં વિશુદ્ધ સંપ્રદાય દુનિયામાં બીજે ક્યાંય જોવા નહીં મળે.no.2

આ પ્રસંગે અમેરિકા જઇ રહેલા શા.માધવપ્રિયદાજી સ્વામીએ જણાવ્યું હતુ કે, ગુરુકુલમાં રહીને તમોએ જે સંસ્કારો મેળવેલ છે અને સંતોના આશીર્વાદ લીધા છે તે તમારા જીવનની મોટી મૂડી છે. તે મૂડીને સાચવી રાખજો. જીવનમાં ક્યારેય હતાશ થશો નહીં. ને ભગવાન અને સંતોને ક્યારેય ભૂલશો નહીં. માતા પિતાની આજ્ઞામાં રહીને ન્યાય, નીતિ અને સદાચારના માર્ગે આગળ વધજો. ભગવાનમાં નિષ્ઠા રાખવાથી કોઇ મુશ્કેલી પડતી નથી. જેમ ભગવાન વિનાની વિદ્યા શાપરુપ છે તેમ સંસ્કાર વિનાનું જીવન મડદા સમાન છે.

અંતમાં વડિલ સંતોએ તમામ સમાવર્તીત વિદ્યાર્થીઓને કપાળે ચંદનની અર્ચા કરી, ખેસ પહેરાવી, ભગવાનની મૂર્તિ, મેમોન્ટો અને ભગવાન સ્વામિનારાયણના ચરણાર્વિંદનો ફોટો ભેટ આપી આશીર્વાદ આપ્યા હતા.આ પ્રસંગે વાર્ષિક ધાર્મિક પરીક્ષમાં વિજેતા થયેલા અને માઘ સ્નાન કરેલા અને શ્રાવણ માસમાં ધારણા પારણા કરેલ તમામ વિદ્યાર્થીઓને મુૂર્તિ ભેટ અર્પણ કરી હતી. સભાનું સંચા્લન ભકિતવેદાંત સ્વામી અને સૂર્યકાંતભાઇ પટેલ સંભાળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.