કર્મચારીઓને માત્ર ટોલટેક્સ ઉધરાવવામાં રસ
હળવદ-ધાંગધ્રા હાઈવે પર આવેલ કોયબા ગામના પાટિયા પાસે રોડ એટલી હદે ખરાબ થઈ ગયો છે કે છેલ્લા પંદર દિવસમાં અહીં પાંચ જેટલા અકસ્માતના બનાવો બન્યા છે તેમ છતાં પણ એલ એન્ડ ટી ની જાણે કે કોઈ જવાબદારી જ ન બનતી હોય તેમ ચૂપચાપ અકસ્માતના બનાવો જોવી રહી છે જેને કારણે વાહનચાલકોમાં ભારે રોષ ફેલાયો છે.
હાઈવે પર પસાર થતાં વાહનો જો તોલ ન ભરે તો લુખ્ખાઓની માફક વાહનચાલકો નો પીછો કરી એલ એન્ડ ટી દ્વારા રખાયેલા લોકો તોલ વસૂલતા હોય છે.
તેમજ આ હાઈવે રોડ પર રોજબરોજ બનતા અકસ્માત સમયે ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટેની એમ્બ્યુલન્સ ટોલ નાકે મૂકવામાં આવતી હોય છે પરંતુ એલ એન્ડ ટી ના કર્મચારીઓને જાણે ટોલ ઉઘરાવવામાં જ રસ હોય તેમ ખરાબ થઈ ગયેલા રસ્તાનું સમારકામ કરવાની તેમજ બંધ પડેલ એમ્બ્યુલન્સ સેવા ચાલુ કરવાની તકદીર પણ લેવાતી નથી સાથે જ હાઈવે પર અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થતો જોવા મળી રહ્યો છે.
ત્યારે હળવદ ધાંગધ્રા રોડ પર કોયબા ગામના પાટિયા નજીક રોડ એટલી હદે ખરાબ થઈ ગયું છે કે અહીં છેલ્લા પંદર દિવસમાં જ પાંચ જેટલા અકસ્માતના બનાવો બનવા પામ્યા છે તેમ છતાં પણ હજુ સુધી અહીં રોડ રીપેરીંગ કરવામાં નથી આવતો જેના કારણે અહીંથી વાહનચાલકો જીવના જોખમે પસાર થતાં હોય છે જેને કારણે ચાલકોમાં ભારે રોષ ફેલાયો છે ત્યારે આજે પણ અહીં બે કાર પલટી મારી ગઇ હતી.
એલ એન્ડ ટીની એમ્બ્યુલન્સ સેવા છેલ્લા ત્રણ મહિનાથી બંધ..!
સામાન્ય રીતે હાઈવે રોડ પર અકસ્માતના બનાવો અવારનવાર બનતા હોય છે જેથી ઘણી વખત એલ એન્ડ ટી ના ટોલનાકા પર વાહનચાલકો ફોન કરી એમ્બ્યુલન્સની સેવા માટે જણાવતા હોય છે પરંતુ ખાટલે મોટી ખોટ હોય તેમ છેલ્લા ત્રણ મહિનાથી ચૂંલી નજીક આવેલ એલ એન્ડ ટી ના ટોલનાકા પર એમ્બ્યુલન્સની સેવા જ બંધ કરી દેવાઈ છે જે વહેલી તકે ચાલુ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.