સુર્યનારાયણ કાળઝાળ બની આકાશમાંથી અગન વર્ષા કરી રહ્યા છે. મંગળવારે સૌરાષ્ટ્રના ચાર સહિત રાજયના ૯ શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રીથીવધુ નોંધાયું હતું. રાજયમાં હિટવેવના પ્રકોપ વચ્ચે સુરતમાં કમોસમી વરસદા પડયો હતો વીજળી પડવાના કારણે ૨ના મોત નિપજયા હતા ત્યારે એવું કહી શકાય કે ગુજરાતમાં કમોસમી વરસાદે ખેતીમાં નુકસાન જ નહીં, જીવ પણ લીધા છે.
રાજ્યમાં ગરમીનું તાપમાન વધી રહ્યું છે ત્યારે ગઈ કાલે અનેક જગ્યાએ કમૌસમી વરસાદે માઝા મૂકી હતી ત્યારે કમૌસમી વરસાદે ફક્ત પાક જ નહી પરંતુ વીજળી પડવાથી ૪ લોકોના મોત થયા હતા જેમની યાદી નીચે મુજબ છે:
૧) છોટાઉદેપુર જિલ્લાના જનીયારા ગામે વીજળી પડતા યુવતીનું મોત થયું છે
૨) સુરતના બારડોલીના બાબલા ગામે વીજળી પડતા એક મહિલાનું મોત થયું છે.
૩) સુરતના કામરેજના ડુંગર ચીખલી ગામે પણ વીજળી પડતા ૨૧ વર્ષીય યુવકનું મોત થયું છે.
૪) ભરૂચના આમોદમાં વીજળી પડતા યુવકનું મોત
ભર ઉનાળે હજુ માવ્થાનું સંકટ ટળ્યું નથી. અત્યાર સુધીમાં પડેલા કમૌસમી વરસાદને લીધે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે. પાકની સાથે લોકોએ પોતાના અંગત લોકો પણ ગુમાવ્યા છે ત્યારે જો હજુ પણ માવઠું પડશે તો જગત તાતને વધુ મુશ્કેલી સર્જાઈ શકે છે.