માળિયામાં વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. એક મકાન ઉપર વીજળી પડી હોવાનું તાલુકા મામલતદારે જણાવ્યું છે. નાના એવા મકાન ઉપર વીજળી પડતા અંદર રહેલા હસીનાબેન ગુલામહુસેન કટિયા નામના મહિલાને સામાન્ય ઇજા થઇ હતી અને તેમનો ચમત્કારિક બચાવ થયો હતો. બીજી તરફ એક મોબાઈલ ટાવર ઉપર પણ વીજળી પડી હોવાના અહેવાલ મળી રહ્યા છે. સાથે મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે આવેલ રામજી મંદિરના શિખર ઉપર પણ વીજળી પડી હતી. જેના લીધે શીખરમાં નુકસાન પહોંચ્યું હોવાનું સરપંચ દ્વારા જણાવાયું છે.
મોરબીના લક્ષ્મીનગર ગામે મંદિર, માળીયામાં મકાન પર વીજળી પડી
Previous Articleજૂનાગઢ: અખાદ્ય ઘઉંમાં છુપાવેલો ૧૫૮૪ બોટલ વિદેશી દારૂ પકડાયો
Next Article મોરબી જિલ્લાના ૨ પીઆઇની અન્ય જિલ્લામાં બદલી