રાજકોટ બન્યું શિવમય,રાજમાર્ગો પર ધ્વજાનો શણગાર
મહાશિવરાત્રીના પર્વને અનુલક્ષીને શ્રી દશનામ ગૌસ્વામી સમાજ શિવ રથયાત્રા સમિતિ દ્વારા સનાતન હિન્દુધર્મ શિવ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.શિવ રથયાત્રાના રૂટમાં આવતા તમામ શિવાલયોમાં સોમવારના દિવસે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતુ. ભક્તિનગર શર્કલની બાજુમાં આવેલ ધારેશ્વર મહાદેવ મંદિર ખાતે શાસ્ત્રોક વિધિ દ્વારા તમામ ધ્વજાઓનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યાર સોરઠીયા વાડી સર્કલ કોઠારીયા રોડ કમલેશ્વર મહાદેવ મંદિર, 80 ફૂટ રોડ પર આવેલ શ્રી નટેશ્વર ” મહાદેવ મંદિર , ગોંડલ રોડ માલવિયા ચોક પાસે આવેલ શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિર, યાજ્ઞિક રોડ પર આવેલ શ્રી જાગનાથ મહાદેવ મંદિર , જીલ્લા પંચાયત ચોક પોલીસ કમિશ્નર કચેરી પાસે આવેલ શ્રી નીલકંઠ મહાદેવ મંદિર , લીમડા ચોક પાસે આવેલ શ્રી પંચનાથ મહાદેવ મંદિર , હરિહર ચોક પાસે આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવેલ.
આ શુભ અવશરે ભાગવા ગ્રુપના હશગીરી બાપુ , ભાનુબેન રેવાગીરી ગોસ્વામી , વાઈ.કે. ગોસ્વામી, વિજયભારથી ભીખુભારથી , એસ.એસ.ગોસાઈ , મુકેશભારથી ગોસ્વામી, વિપુલગીરી ગોસ્વામી , આશિષભારથી કીરણભારથી , મહેન્દ્રપુરી બાબુપુરી , ડો . હિમતગીરી , ઓજસગીરી ગોસ્વામી સહિતના દાતાઓ કાર્યક્રમમાં જોડાયા. શિવ રથયાત્રાને સફળ બનાવવા માટે ગૌતમગીરી , ધર્મેન્દ્રગીરી , અજયવન , ભાવેશગીરી , વિજયગીરી , હિતેશભારથી , સુરેશગીરી, મૌલીકગીરી અશ્વીનગીરી, કૈલાશગીરી , આશીશપુરી વિશાલભારથી , હાર્દિકપૂરી મુકેશપૂરી , વિરલપૂરી ધરમપૂરી, જીગ્નેશગીરી જેન્તીગીરી , ભાવિકપૂરી રાજેશપૂરી , જૈનીશભારથી મુકેશભારથી, સતીશપૂરી બળવંતપૂરી, ધવલપુરી કૈલાશપૂરી , ગૌરવભારથી વિજયભારથી, અંકિતપૂરી શૈલેશપુરી , પ્રણવવન , અજયભારથી અશ્વિનભારથી , ઉમંગગીરી રોહિતગીરી , મિલનભારથી . યશવંતગીરી , અમીતગીરી રાજેશગીરી , જીગ્નેશભાઈ સીતાપરા , મિલનભાઈ બોરીસાગર , યોગેશભાઈ શીંગાળા , હાર્દિકભાઈ જાવિયા અને જનકપૂરી રમણીકપૂરી જહેમત ઉઠાવી રહ્યા છે.