ડ્રિમ હોમ એટલે કે સપનાનું ઘર, જે બનતું હોય ત્યારથી જ તેને કઈ રીતે સજાવવું, કેવું ફર્નિચર રાખવું કેવું ઈન્ટીરીઅર રાખવું વગેરે વગેરે બાબતોનો ખ્યાલ મનમાં આવી જાય છે.પરંતુ વર્તમાન સમયમાં માત્ર આ બધી વસ્તુ જ નહિ પરંતુ હજુ એક બાબત છે છે જેના વગર ઘરની સજાવટ અધૂરી રહી જાય છે, એ બાબત એટલે ઘરનું લાઇટિંગ..
પહેલાના સમયમાં માત્ર હાઈફાઈ હોટેલમાં જ વિવિઘતા ભરી લાઈટો અને જુમારની સજાવટ જોઈ હશે પરંતુ હવે એવું નથી રહ્યું કારણકે દરેકને પોતાના સપ્નાનું ઘર સજાવવું હોય છે અને તેના માટે લાઇટિંગને કયારેક અવગણતા હોય છે, જયારે ઘર સજાવટમાં અનેકવિધ પ્રકારની લાઈટો હવે બજારમાં ઉપલબ્ધ થયી છે જેનાથી ઘર સજાવટમાં ચાર ચાંદ લાગે છે, તો આવો જોઈએ એવી જ કેટલીક વિવિધતા સભર લાઈટોને…
ઝુમ્મર…
અત્યાર સુધી મોટા ભાગે હોટેલ, મહેલ અને ફિલ્મોના સેટમાં જ મોટા મોટા ઝુમ્મર જોયા છે, અને એ જોઈને આપણને પણ એ ઝુમ્મર જોઈને આપણા ઘરમાં તે સજાવવાની ઈચ્છા થયી આવે છે. તો એવું શક્ય છે કારણ કે હવે માર્કેટમાં વિવિધ સાઈઝના અને વિવિધ ડિઝાઇનમાં ઝુમ્મરો આવી ગયા છે જે નાનકડા ઘરને પણ ઝગમગતું રાખે છે. જે માત્ર જોવામાં જ લોભામણું નથી પરંતુ તેની લાઈટ પણ એટલી ફેલાય છે જેનાથી આખો સીટિંગ રૂમ પણ પ્રકાશિત થાય છે.સાથે સાથે એક રાજવાળા જેવી લાગણીનો અનુભવ પણ કરાવે છે.
ફ્લોર લૅમ્પ…
બેડ રૂમ અને લિવિંગ રૂમ માટે ઉત્તમ પસંદગી એટલે ફ્લોર લેમ્પ, કારણ કે તે સરળતાથી કોઈ સ્પોટને એડજેસ્ટ થયી શકે છે, તેમજ આખા રૂમમાં પણ પ્રકાશ પથારી શકે છે. બજારમાં તે વિવિધ શેપ, સાઈઝમાં ઉપલબ્ધ છે. આ પ્રકારના ફ્લોર લેમ્પ આખા રૂમનો લૂક બદલે છે. સાથે સાથે તે રૂમને ક્લાસી લૂક પણ આપે છે.
દીવાલમાં ફિક્સ લાઇટિંગ…
ઘરના કેટલાક ભાગ એવા ઈન્ટીરીઅર કરેલા હોય કે ડિઝાઇન કરેલ હોઈ જેને સ્પેસિફિક લાઇટિંગની જરૂર હોય ત્યાં તેને સજાવવા અને અટ્રૅક્ટિવ લૂક આપવા માટે દીવાલમાં ફિક્સ લાઇટિંગ કરવામાં આવે છે જે હવે આકર્ષિત ડિઝાઇનમાં પણ ઉપલબ્ધ છે.જેને ડીમરની મદદથી વધતા ઓછા પ્રકાશમાં રાખી શકાય છે.
પંખાની લાઈટ…
અહીં આ એક નવોજ ટ્રેંડ છે જેમાં સ્ટાઈલિશ પાંખો તો ચાટને સજાવે છે પણ સાથે સાથે તેમાં રહેલી સૈલીશ લાઈટ પણ ઘરની શોભામાં અભિવૃત્તિ કરે છે.લાઈટો પાંખમાં એવી રીતે ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે જે પંખાના વાઈબ્રેશનને પણ જીલી શકવા સક્ષમ છે.
સ્કાય લાઈટ…
સ્કાય લાઈટ એ એવો કોન્સેપટ છે જે કુદરતી લાઇટને રૂમમાં લાવી પ્રજ્વલિત કરે છે. તેને વધુ આકર્ષિત બનાવવા તમે એમાં કેટલાક કુળતારી તત્વોને પણ ઉમેરી શકો છો.પેન્ટ હાઉઝ અને બાળકોનો રૂમ એવી જગ્યા છે જ્યાં તમે આ પ્રકારની લાઇટનો બખૂબી ઉપયોગ કરી શકો છો. જે દિવસમાં ઉજાશ આપશે અને રાત્રે જાણે આકાશી તાળાઓનો સંગાથ આપે છે તેવી લાગણીનો અનુભવ કરાવે છે.
હેંગિંગ લાઈટ
રૂમમેં મોર્ડન લૂક આપવા માટે તમે હેંગિંગ લાટનો ઉપયોગ કરી શકો છો. જે અનેકવિધ ડિઝાઇન અને શેપમાં ઉપલબ્ધ છે, અને તેની ખાસ વાત એ છે કે તેનો કેબલ એડજેસ્ટેબલ હોય છે. જેને તમે રૂમની હાઈટ મુજબ ગોઠવી શકો છો.
બેડસાઈડ લેમ્પ…
વિંટેજ અથવા કેન લૅમ્પ દ્વારા તમારા શયન ખંડને ગ્લેમર અને ક્લાસી લૂક આપો. આખા દિવસના થાકને દૂર કરવામાં અને તેની લાઈટિંગથી તમને ફ્રેશ કરવા એ પૂરતા સક્ષમ છે.