ચોમાસાનો વિધિવત પ્રારંભ થયા બાદ સૌરાષ્ટ્રભરમાં ઝાપટાથી માંડી 2 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યમાં 111 તાલુકામાં મેઘમહેર થઈ હતી. જેમાં સૌથી વધુ વરસાદ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં નોંધાયો હતો. આ ઉપરાંત આગામી 2 થી 3 દિવસ સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગઈકાલે રાજકોટમાં આખો દિવસ વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. સાંજ પડતા જ લગભગ 1 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. સાંજના 5 વાગ્યા બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો જેના પગલે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા.

આ ઉપરાંત જૂનાગઢ, પોરબંદર સહિતના વિસ્તારોમાં ઝાપટા પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સવારના સમયે અરબી સમુદ્ર પર વેસ્ટન ડિસ્ટબન્સની અસર જોવા મળી રહી છે અને સાંજના સમયે હવામા ભેજનું પ્રમાણ 100 ટકા જેટલું નોંધાયું હતું. ગુરૂવારે રાજકોટમાં 1 ઈંચ વરસાદ વરસતા રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા. શહેરના સેન્ટ્રલ ઝોનમાં 31 મીમી, પશ્ર્ચિમ ઝોનમાં 24 અને પૂર્વ ઝોનમાં 28 મીમી વરસાદ પડ્યો હતો.

Screenshot 1 44

આ ઉપરાંત રાજ્યભરમાં 111 તાલુકાઓમાં મેઘમહેર થઈ હતી. જેમાં સુરતના પલસાણમાં સાડા છ ઈંચ, બારડોલીમાં સાડા પાંચ ઈંચ, પંચમહાલના હાલોલમાં સાડા ચાર ઈંચ, સુરતના ચોર્યાસી અને મહુવામાં 4 ઈંચ, તાપીના વાલોદ અને ડાંગમાં સાડા ત્રણ ઈંચ, નર્મદાના તિલકવાડા અઢી ઈંચ અને આ ઉપરાંત જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, સુરેન્દ્રનગર, જામનગર, જૂનાગઢમાં અડધોથી લઈ 1 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.