ગીર-સોમનાથ જિલ્લામાં તાઉતે વાવાઝોડાને લીધે વીજલાઇન, વીજપોલ અને સબસ્ટેશનો ધરાશયી-નુકસાનગ્રસ્ત થતા વીજપુરવઠો બંધ થઇ ગયો હતો. પીજીવીસીએલ દ્વારા ગીર-સોમનાથ જિલ્લામાં ઉના અને ગીરગઢડા તાલુકામાં હાલ બંધ થયેલી વીજળી ચાલુ કરવા રાત-દિન કામગીરી કરવામાં આવી હતી.
સમયબદ્ધ માલ-સામાન પહોંચાડવા સહિતની કામગીરી પ્રસંશનિય
વાવાઝોડાને લીધે નુકસાન પામેલ વીજપોલ, વીજલાઇન, ટ્રાન્સફોર્મર અને સબ સ્ટેશનોને રીસ્ટોર કરવા માટે યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરીને સફળ બનાવવા માટે સયમમર્યાદામાં માલ-સામાન પહોંચાડવો પણ ખુબ આવશ્યક હતો.
જેને સફળ રીતે પાર પાડવા ઉના પીજીવીસીએલ કાર્યપાલક ઇજનેર યશપાલ જાડેજાના માર્ગદર્શન હેઠળ જુનીયર ઇજનેર એમ.એન.જાદવ અને તેમની ટીમ દ્વારા આગોતરા પ્લાનિંગ સાથે રાત-દિવસ જોયા વગર ઉના અને ગીરગઢડામાં વીજપુરવઠો પુર્વવત કરવા યુધ્ધના ધોરણે ચાલતી કામગીરીમાં સમયબધ્ધ માલ-સામાન પહોંચાડવામાં સફળ રીતે કામગીરી કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, વાવાઝોડામાં પીજીવીસીએલને મોટું નુકશાન થયું હતું. ખોરવાયેલ વીજપુરવઠો ચાલુ કરતા મહિનાઓ લાગે તેવું કામ હતું. પરંતુ રાજ્ય સરકાર દ્વારા યુધ્ધના ધોરણે બધી જ કામગીરીમાં બહારથી માણસો બોલાવીને યોગ્ય આયોજન કરીને થોડા જ દિવસોમાં વીજળી એક પછી એક ગામમાં પુન:ચાલુ થઇ ચુકી છે.