પાનેલી-ર ઉપલેટા દોઢ અને ગ્રામ્ય પંથકમાં એક થી બે ઇંચ ધીમી ધારે વરસાદ પડતા ખેડુતોમાં હરખની રેલી
અબતક, કીરીટ રાણપરીયા ઉપલેટા
ઉપલેટા પંથકમાં બે દિવસ થયા સતત ધીમી ધારે વરસાદ વરસતા મોજ ડેમ વધુ એક ફુટ નવું પાણી આવતા ડેમની સપાટી 40.40ફુટે પહોંચી છે. ડેમ તે છલકાવામાં હવે 3.60 ફુટ બાકી રહેલ છે હાલ ડેમ 77 ટકા ભરાઇ ગયો છે.
જયારે તાલુકાના પાનેલી ગામે બે ઇંચ વરસાદ વરસી ગયો હતો તાલુકામાં 1 થી બે ઇંચ પાણી પડયું હતું. જયારે ઉપલેટા શહેરમાં છેલ્લા ર4 કલાકમાં દોઢ ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો. મોસમનો કુલ વરસાદ 16 ઇંચ જેવો પડયો છે. વરસાદને કારણ કયાંય અઘટીત ઘટના બનવા પામેલ નથી છેલ્લા બે દિવસ થયા આ પંથકમાં ધીમી ધારે વરસાદ પડતા કપાસ, મગફળી સહીતના પાકોને ફાયદા કારક રહેશે.