રાજ્યમાં છેલ્લા એક-બે દિવસોથી વરસાદે વિરામ લીધો છે. વરસાદ અટકતા વાતાવરણમાં ગરમી વધી છે રાજ્યમાં આગામી 24 કલાક હળવો વરસાદ પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં આગામી પાંચ દિવસ હળવો વરસાદ પડશે. અત્યાર સુધીમાં રાજયમાં સિઝનનો 89 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કોસ્ટલ વિસ્તારમાં પણ માછીમારોને કોઈ એલર્ટ નથી આપવામાં આવ્યું.
રાજ્યમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમની અસરને કારણે 5 દિવસ જુદા જુદા વિસ્તારોમાં વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ તરફથી આગામી પાંચ દિવસ દરમિયાન રાજયના ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદરમાં હળવા વરસાદની આગાહી કરવામા આવી છે. આ સાથે જ બનાસકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, વડોદરા અને મહીસાગરમાં પણ હળવાથી સામાન્ય વરસાદની આાગહી કરવામા આવી છે.