- હવે જો તમારી કાર ઓછી માઇલેજ આપી રહી છે તો તમે લાઇટ ફૂટ ડ્રાઇવિંગ ની ટેકનીક અપનાવી શકો છો.
- હળવા પગથી ડ્રાઇવિંગનો અર્થ એ થાય છે કે એક્સિલરેટર પેડલને હળવાશથી અને કાળજીપૂર્વક દબાવીને ડ્રાઇવિંગ કરવી.
Automobile News :ઘણા લોકો વધુ માઇલેજ ધરાવતી કાર ખરીદવાનું પસંદ કરે છે. પરંતુ, અમુક સમય પછી ક્યારેક કાર ઓછી માઈલેજ આપવા લાગે છે. આના ઘણા બધા જુદા જુદા કારણો હોઈ શકે છે.
લાઇટ ફુટ ડ્રાઇવિંગના ફાયદા
ઊંચી ઇંધણ ની કાર્યક્ષમતા એટલે ઓછી ચાલતી કિંમત અને નીચીફૂયલ એફિશીએન્સી
એટલે ઉચી ચાલતી કિંમત. પરંતુ, ડ્રાઇવિંગ શૈલી પણ એક કારણ હોઈ શકે છે. તમે કેવી રીતે વાહન ચલાવો છો તે ના પર આધાર રહે છે અને તે માઇલેજ ને અસર કરે છે.
જો ડ્રાઇવિંગ સ્ટાઈલ સારી હશે તો માઈલેજ પણ સારીં રહેશે અને જો તમે ખરાબ રીતે ડ્રાઈવ કરશો તો માઈલેજ મા પણ ઘટાડો જોવા મળે છે. હવે જો તમારી કાર ઓછી માઇલેજ આપી રહી છે તો તમે લાઇટ ફૂટ ડ્રાઇવિંગ ની ટેકનીક અપનાવી શકો છો. સારી માઇલેજ મેળવવા માટે ડ્રાઇવિંગ કરવાની આ એક ખૂબ જ અસરકારક રીત છે. હળવા પગથી ડ્રાઇવિંગનો અર્થ એ થાય છે કે એક્સિલરેટર પેડલને હળવાશથી અને કાળજીપૂર્વક દબાવીને ડ્રાઇવિંગ કરવી.
તમારે ઘણી વાર બ્રેક્સ દબાવવાની જરૂર ન પડે અને તમે સતત ગતિએ આગળ વધતા રહો. લાઇટ ફુટ ડ્રાઇવિંગ માત્ર સારી માઇલેજમાં પરિણમતું નથી પણ સલામત ડ્રાઇવિંગ અને ઓછું પ્રદૂષણ તરફ દોરી જાય છે.
આ કારમાં બળતણનો વપરાશ ઘટાડે છે અને કરને વધુ માઈલેજ મળે છે . કારણ કે તમે મોટાભાગે સમાન ગતિએ દોડો છો. ઓછા ઇંધણના વપરાશના બે ફાયદા જોવા મળે છે. પ્રથમ, તે પૈસાની બચત કરે છે અને જ્યારે ઓછું બળતણ નો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે ઉત્સર્જન પણ ઓછું થશે, જેનાથી પ્રદૂષણ મા પણ ઘટાડો જોવા મળશે.આ સિવાય લાઇટ ફુટ ડ્રાઇવિંગ તમને કાર પર વધુ સારું નિયંત્રણ આપે છે. આવી સ્થિતિમાં અકસ્માત નું પ્રમાણ પણ સાવ ઓછું જોવા મળે છે. તેનો અર્થ એ થઇ છે કે, હળવા પગથી ડ્રાઇવિંગ સલામતી માટે પણ સારી રહે છે.