પૂર્વોત્તર રાજ્યમાં શાંતિનો સુરજ ઉગ્યો
સામધાનના કારણે નાગાલેન્ડ સમસ્યા ઉકેલાય જશે: પૂર્વોત્તર રાજ્યોમાં નવા રાજકીય સમીકરણો જોવા મળશે
પૂર્વોત્તર રાજ્યોમાં લોહીયાળ ઘટનાઓ પાછળ જવાબદાર ઉગ્રવાદી સંગઠન ડેમોક્રેટીક ફંડ ઓફ બોડોલેન્ડ સાથે કેન્દ્ર સરકારની સમજૂતીના કારણે પૂર્વોત્તર રાજ્યોમાં હવે શાંતિનો સુરજ ઉગશે તેવી આશા વ્યકત કરવામાં આવી રહી છે. એનડીએફબીના ૧૫૦૦થી વધુ કેડરોએ આત્મસમર્પણ કરી હથીયાર હેટા મુકતા વર્તમાન સમયે શાંતિ સ્થાપય છે. આ શાંતિ મંત્રણાના કારણે અત્યાર સુધી પૂર્વોત્તર રાજ્યોમાં પગપેશારો કરી ન શકનાર ભાજપ માટે ઉજળા સંજોગો ઉભા થયા છે. સમજૂતીના કારણે મુખ્ય પ્રવાહોમાં ભળી જવાથી આગામી સમયમાં બોડો લોકોની સંખ્યા વધુ હોય તેવા વિસ્તારોમાં ભાજપના પ્રતિનિધિઓ ચૂંટાશે તેવું માનવું યોગ્ય છે.
નોંધનીય છે કે, વૈદિક કાળથી જ પૂર્વોત્તર ક્ષેત્ર ભારતનું અભિન્ન અંગ રહ્યું છે. આ ક્ષેત્રનો ગૌરવશાળી ઈતિહાસ અને સમૃધ્ધ સંસ્કૃતિની સાથો સાથ ભાષા, પરંપરા, તહેવાર, વેશભૂષા સહિતના મામલે વૈવિધ્ય જોવા મળે છે. આ ક્ષેત્રને ભારતનું સાંસ્કૃતિક સંગ્રહાલય પણ ગણી શકાય. ત્યારે હવે પૂર્વોત્તર રાજ્યોમાં વિકાસ કરવા માટે સરકારે અનેકનીતિઓ અમલમાં મુકી છે. ઉગ્રવાદીઓ સસાથે શાંતિ મંત્રણા થઈ છે. ત્રિપુરા, આસામ સહિતના રાજ્યોમાં ઉગ્રવાદીઓ મુખ્ય ધારા સાથે ભળવા લાગ્યા હોવાનું જાણવા મળે છે.
વર્ષ ૨૦૧૫માં વડાપ્રધાન મોદીએ પૂર્વોત્તર રાજ્યોનો પ્રવાસ કર્યો હતો. ત્યારબાદ સરકાર અને ઉગ્રવાદીઓ વચ્ચેના સમાધાનની પ્રક્રિયા ઝડપી થઈ હતી. વર્ષ ૧૯૮૬માં બોર્ડર સિક્યુરીટી ફોર્સના નામે ઉગ્રવાદી સંગઠનની સ્થાપના થઈ હતી. ત્યારબાદ ૧૯૯૪માં તેનું નામ બદલાવી એનડીએફબી કરવામાં આવ્યું હતું. બોડો લોકોની બાબતોને લઈ કેટલીક હિંસક ઘટનાઓ બની હતી. નેપાળ-બાંગ્લાદેશ-મ્યાનમાર અને ભુતાનમાં પણ ઉગ્રવાદીઓને પનાહ મળતી હોવાની વાતો વહેતી થઈ હતી. દરમિયાન ભારત સરકાર સાથે સમાધાનના કારણે શાંતિ સ્થપાશે તેવું માનવામાં આવે છે. ગત તા.૨૭ જાન્યુઆરીના રોજ આ માટેનો તખ્તો ઘડાઈ ગયો હતો.
સમજૂતીના કારણે શું ફાયદા થશે
બોડો સ્શાસ્ત્ર આંદોલન દાયકાઓ સુધી ચાલ્યું હતું. જેમાં ૪૦૦૦થી વધુ લોકોના મોત નિપજયા હતા. એનડીએફબીના કુલ ૪ સમૂહ છે. હવે તેના પ્રમુખ દ્વારા સમજૂતી સધાય છે ત્યારે તેમની માંગોને સરકાર સંતોષશે. આસામની ક્ષેત્રીય અખંડીતતાની જાહેરાત કરવાની માંગ લાંબા સમયથી હતી. આ ઉપરાંત બોડો લોકોની સુખાકારી માટે પ્રયાસો કરાશે. અગાઉ વર્ષ ૧૯૯૩, ૨૦૦૩,૨૦૧૯માં પણ શાંતિ મંત્રણા માટે પ્રયાસો થયા હતા.