તમામ સબ ડીવીઝનોમાં મીટર ટેસ્ટીંગની અઢળક અરજીઓ મળી: નવા ડીજીટલ મીટરથી લોકોનો વીજતંત્ર પરનો વિશ્વાસ ડગ્યો
પીજીવીસીએલ દ્વારા નવા મુકવામાં આવેલા ડીજીટલ મીટરમાં બીલ વધુ આવતું હોવાની બુમ ઉઠી છે. સ્ટેટીક મીટરનાં કારણે ગ્રાહકોનો વીજતંત્ર પરનો વિશ્વાસ ઉઠી રહ્યો હોવાનું લાગી રહ્યું છે. વીજબીલ વધુ આવતુ હોવાની દરેક સબ ડીવીઝનોમાં ફરીયાદો આવી રહી છે.
ઉપરાંત મોટી સંખ્યામાં ગ્રાહકો સબડીવીઝનોમાં મીટર ટેસ્ટીંગ માટેની અરજી પણ કરી રહ્યા છે.
વીજબીલ વધુ આવતુ હોવાની ફરીયાદ લઇને સબ ડીવીઝન કચેરીએ આવેલા ગ્રાહકોને વીજ અધિકારીઓ મીટરનો ફોલ્ટ હોવાની શકયતા માત્ર ૧ ટકા જ હોય છે. તેમ કહે છે આવું સાઁભળીને અમુક ગ્રાહકો મીટર ટેસ્ટીંગ કરવાનું ટાળે છે. જયારે ઘણા ગ્રાહકો મીટરની યોગ્યતા ચકાસવા માટે મીટરનું ટેસ્ટીંગ કરવાની અરજી પણ કરે છે.
મીટર ટેસ્ટીંગની અરજી થયા બાદ નિયમ કરેલો ચાર્જ ભરવાનો રહે છે. બાદમાં વીજકર્મીઓ જુનુ મીટર હટાવીને નવું મીટર લગાવે છે.
આ જુના મીટરનું લેબમાં ટેસ્ટીંગ કરવામાં આવે છે આ સમયે ગ્રાહકને પણ હાજર રાખવામાં આવે છે જો મીટરમાં કોઇ ક્ષતિ હોવાનું સામે આવે તો મીટરમાં જેટલા યુનિટ વધારે આવ્યા હોય તેના નાણા ગ્રાહકનાં બીલમાં જમા આપવામાં આવે છે વીજ અધિકારીઓના જણાવ્યા મુજબ મીટરનો ફોલ્ટ હોવાની શકયતા માત્ર ૧ ટકા જ છે.
જો મીટરમાં ક્ષત્રી હોય તો બીલમાં મોટો ઉછાળો આવે છે બીલની રકમમાં મોટો જમ્પ લાગીને રકમ સીધી ૬ થી ૭ ગણી વધી જતી હોય છે.
પીજીવીસીએલનાં અધિકારીઓના જણાવ્યા મુજબ વીજળીનું બીલ વધુ આવવા પાછળ ત્રણ કારણો હોય શકે છે જે ઘ્યાન બહારનો વધુ પડતો વીજ વપરાશ વીજ ઉ૫કરણોનાં વાયરીંગમાં ક્ષતી તેમજ મીટરમાં ફોલ્ટ છે. પ્રથમ કારણ જોઇએ તો ઘણી વખત ગ્રાહકોના ઘ્યાનમાં નહોય પરંતુ વીજળીનો વપરાશ વધુ થયો હોય આવા સમયે વધુ બીલ આવવાથી ગ્રાહકોના મનમાં મીટરમાં ફોલ્ટ હોવાની શંકા ઉદભવે છે. હકિકતમાં બીલ યોગ્ય જ હોય છે.
બીજુ કારણ જોઇએ તો વીજ ઉ૫કરણોના વાયરીંગમાં ક્ષતી હોવાના કારણે પણ બીલ વધુ આવતુ હોય છે કોઇપણ ઉપકરણના વાયરનો એક છેડો છુટી ગયો હોય અને ત્યાંથી વીજળીનો વ્યય થતો હોય ત્યારે આ ઉપકરણ વધુ વીજળી લ્યે છે આવા સમયે ગ્રાહક જેટલી વીજળીનો ઉ૫યોગ કરે છે તેનાથી વધુ વીજળીનો વપરાશ મીટરમાં નોંધાય છે અને વીજબીલ વધુ આવે છે.
ત્રીજું કારણ જોઇએ તો ડીજીટલ મીટરમાં ફોલ્ટ સર્જાવાના કારણે વીજ બીલ વધુ આવે છે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મીટરમૉ ફોલ્ડ હોવાની શકયતા ખુબ ઓછા પ્રમાણમાં હોય છે.
જો મીટરમાં ફોલ્ટ સર્જાયતો બીલની રકમમાં મોટો ઉછાળો આવે છે જો ગ્રાહકને મીટરમાં ક્ષતી હોવાની શંકા હોય તો તે મીટર ટેસ્ટીંગ પણ કરાવી શકે છે.
પીજીવીસીએલ દ્વારા નવા ડીજીટલ મીટર મુકવામાં આવ્યા બાદ આ મીટરમાં બીલ વધુ આવતુ હોવાની વ્યાપક ફરીયાદી ઉઠી છે.
ત્યારે લોકોને નવા મીટર પ્રત્યે વિશ્વાસ કેળવાય તે દિશામાં વીજતંત્રએ પગલા લેવાની આવશ્યકતા જણાઇ રહી છે.
વીજ બીલ વધુ આવવાના ત્રણ કારણો
* ઘ્યાન બહાનો વધુ વીજ વપરાશ
* વીજ ઉપકરણોના વાયરીંગમાં ફોલ્ટ
* મીટરમાં ક્ષતિ
વાયરીંગ ફોલ્ટ છે કે નહિ, કેમ જાણશો?
પીજીવીસીએલના અધિકારીઓના જણાવ્યા મુજબ વીજબીલ વધુ આવવાના મોટાભાગના કિસ્સાઓમાં વાયરીંગ ફોલ્ટ કારણભુત હોય છે ત્યારે વાયરીંગ ફોલ્ટ છે કે નહિ તે જાણવા ગ્રાહકોએ આટલું અવશ્ય કરવું જોઇએ. સૌ પ્રથમ મેઇન સ્વીચ બંધ કર્યા બાદ ડીજીટલ મીટરમાં લાઇટમાં ઝબકારા બંધ થાય તો મીટર બરાબર છે ત્યારબાદ મેઇન સ્વીચ ચાલુ કરીને તમામ ઉપકરણોની સ્વીચ ઓફ કરી દેવાની રહેશે. બાદમાં એક એક ઉપકરણની સ્વીચ વારાફરતી ઓન કરવી જે ઉ૫કરણની સ્વીચ ઓન કરતા લાઇટનાં ઝબકારામાં નોધપાત્ર વધારો જણાય તો તે ઉપકરણના વાયરીંગમાં ફોલ્ટ હોય શકે છ. બાદમાં ઇલેકટીશયન પાસેથી વાયરીગની આ ક્ષતી દુર કરાવવામાં આવે તો વીજળીનો વ્યય થતો અટકી શકે છે.
સ્ટેટીક મીટરની ખાસીયતો
અગાઉ પીજીવીસીએલ દ્વારા મુકવામાં આવેલા મીટરો ચકકરવાળા હતા. બાદમાં પીજીવીસીએલ દ્વારા સ્ટેટીક મીટર લગાવવામાં આવ્યા છે.
આ મીટર ડીજીટલ છે જેમાં મેમરી કાર્ડ હોય છે મેમરીકાડમાં છેલ્લા ૧ર મહીનાનો ડેટા સેવ રહે છે ઉપરાંત ડીજીટલ મીટરમાં ૧૦૦ ટકા પાવર ક્ન્ઝક્સ્ન નોંધાય છે.
એસી ર૬ ડીગ્રીએ રાખવું આરોગ્ય સાથે આર્થિક દ્રષ્ટિએ પણ હિતાવહ
એસીને ર૬ ડીગ્રીએ રાખવું આરોગ્યની સાથે આર્થિક દ્રષ્ટિએ પણ હિતાવહ છે જો એસીને ર૬ ડીગ્રીથી ઓછા તાપમાને રાખવામાં આવે તો વધુ વિજળી ખર્ચાય છે.
પરિણામે ગ્રાહકે આર્થિક સાથે આરોગ્ય બાબતે પણ નુકશાની વેઠવી પડે છે. ઘણા ગ્રાહકો એસી ૧૬થી ૧૮ ડીગ્રીએ ચલાવે છે. જેના કારણે વધુ બીલ આવતું હોય છે. બાદમાં આવા ગ્રાહકોના મનમાં મીટરમાં ક્ષતિ હોવાની શંકા ઉદભવે છે.