- તા.26 નવેમ્બરથી દરરોજ સાંજે 6:45 કલાકે આ શો તમામ યાત્રિકોને વિનામૂલ્યે બતાવાશે
- આ સંપૂર્ણ પ્રોજેક્ટ સોલાર દ્વારા સંચાલિત છે
અરવલ્લી જિલ્લાની હરિયાળી ગિરિમાળાઓ વચ્ચે બિરાજમાન ભગવાન શામળિયાના નયનરમ્ય મંદિર ખાતે લાઇટ અને સાઉન્ડ શોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રૂ. 6 કરોડ 50 લાખના ખર્ચે તૈયાર થયેલ આ લાઇટ એન્ડ સાઉન્ડ શો સમગ્ર ગુજરાતનો સૌપ્રથમ સોલર એનજીથી સંચાલિત શો છે. ભગવાન વિષ્ણુની વિવિધ લીલાઓ અને કથાઓ સાથે જોડાયેલ આ લાઇટ એન્ડ સાઉન્ડ શો 3D પ્રોજેક્શન મેપિંગ ટેકનોલોજી પર આધારિત છે. વાઇબ્રન્ટ કલર અને હાઈ ક્વોલિટી સાઉન્ડ આધારિત શો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ લાઇટ એન્ડ શોને કારણે બહારથી આવતા યાત્રિકોને ભગવાન શામળિયાની કથાઓ સરળતાથી અને આકર્ષક રીતે જાણવા મળશે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, અરવલ્લી જિલ્લાની હરિયાળી ગિરિમાળાઓ વચ્ચે બિરાજમાન ભગવાન શામળિયાના નયનરમ્ય મંદિર ખાતે લાઇટ અને સાઉન્ડ શોનું લોકાર્પણ કરવામાં આવ્યું. રૂ. ૬ કરોડ ૫૦ લાખના ખર્ચે તૈયાર થયેલ આ લાઇટ એન્ડ સાઉન્ડ શો સમગ્ર ગુજરાતનો સૌપ્રથમ સોલર એનર્જીથી સંચાલિત શો છે. ભગવાન વિષ્ણુની વિવિધ લીલાઓ અને કથાઓ સાથે જોડાયેલ આ લાઇટ એન્ડ સાઉન્ડ શો 3D પ્રોજેક્શન મેપિંગ ટેકનોલોજી પર આધારિત છે. વાઇબ્રન્ટ કલર અને હાઈ ક્વોલિટી સાઉન્ડ આધારિત શો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
તા.26 નવેમ્બરથી દરરોજ સાંજે 6.45 કલાકે આ શો તમામ યાત્રિકોને વિનામૂલ્યે બતાવવામાં આવશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્યના વિવિધ યાત્રાધામોના વિકાસના કામો હાથ ધરવામાં આવે છે. ગુજરાત રાજ્ય સમૃદ્ધ યાત્રાધામો ધરાવતી ધરા છે. તેમાં શ્રેષ્ઠ અને મહત્વના યાત્રાધામ જેવા કે, સોમનાથ, અંબાજી, દ્વારકા, ગીરનાર, બહુચરાજી, ડાકોર, પાલીતાણા, શામળાજી વગેરે આવેલ છે. દરેક મંદિર વિશિષ્ટ ધાર્મિક અને સંસ્કૃતિક મહત્વ ધરાવે છે. જેની ઐતિહાસિક માહિતી સરળ અને સહજ રીતે મનોરંજનના માધ્યમ દ્વારા ઉપલબ્ધ થઇ શકે તેમજ દરેક યાત્રાળુઓને ટેકનોલોજીના માધ્યમથી એક વિશિષ્ટ અનુભૂતિ મળી રહે તે માટે રાજ્યના “શામળાજી” યાત્રાધામ ખાતે રાજ્યના યાત્રાધામો ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવી રહેલ છે. આ સંપૂર્ણ પ્રોજેક્ટ સોલાર દ્વારા સંચાલિત છે. આ લાઇટ એન્ડ શોને કારણે બહારથી આવતા યાત્રિકોને ભગવાન શામળિયાની કથાઓ સરળતાથી અને આકર્ષક રીતે જાણવા મળશે.