ફિલ્મ અભિનેતા, નિર્માતા અને રાજનીતીજ્ઞ જેવા વિવિધ પાસાઓ સાથે તેમને ૨૦૧૩માં પદ્મભૂષણ મળ્યો હતો
ફિલ્મ જગતના મહિલાઓમાં અતિ પ્રિય રાજેશ ખન્ના ફિલ્મ જગતના આજીવન સુપરસ્ટાર રહ્યા અને ‘કાકા’ ના હુલામણા નામથી સુપ્રસિઘ્ધ હતા. તેમને ૧૦૦ ફિલ્મો કરી જેમાંથી ૯૭ ફિલ્મો તો ૧૯૬૭ થી ૨૦૧૩ વચ્ચે રીલીઝ થઇ હતી. રાજેશ ખન્નાએ મલ્ટીસ્ટાર ફિલ્મોમાં મોટા બેનરની રર ફિલ્મોમાં અભિનય કરીને ચાર ચાંદ લગાવ્યા હતા.
૨૯ ડીસેમ્બર ૧૯૪૨માં અમૃતસર પંજાબ ખાતે જન્મેલ રાજેશ ખન્નાનું મુળ નામ જતિન ખન્ના હતું. તેમનું અવસાન મુંબઇ ખાતે ૧૯ જુલાઇ ૨૦૧૨માં થયું હતું. રાજેશ ખન્નાના કોંગ્રેસ પાર્ટીના સાંસદ હતા. તેમની પત્ની ડિંપલ પણ એક અભિનેત્રી હત. બે પુત્રી ટવિંકલ અને રિંકી સાથે જાણીતા અભિનેતા અક્ષયકુમાર તેમના દામાદ છે.
રાજેશખન્નાએ કુલ ૧૨૭ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેની પ્રથમ ફિલ્મ ૧૯૬૬માં આખરી ખત હતી. તેમણે ફિલ્મ ફેર, લાઇફ એચીવમેન્ટ જેવા વિવિધ એવોર્ડ મળ્યા હતા. તેમની ગીતોમાં વિવિધ નાચવાની સ્ટાઇલ અને હેરસ્ટાઇલથી ફિલ્મ રસીયામાં આજીવન સલાહકાર રહ્યા હતા. બોબી ફિલ્મ રજુ થવાના આઠ મહિના પહેલા તેમણે ૧૯૭૩માં ડિંપલ સાથે લગ્ન કર્યા હતા. જુલાઇ-૨૦૧૨માં મરણોયરાંત સર્વોચ્ચ નાગરીકનું સન્માન કરાયું હતું.
રાજેશ ખન્નાની હિઠ ફિલ્મોમાં ઔરત, ડોલી ઇત્તેફાક, બહારો કે સપને, આરાધના, હાથી મેરે સાથી, કટી પતંગ, બંધન, ખામોશી, ધ ટ્રેન, છોટી બહુ, આનંદ, સફર, અંદાજ, મર્યાદા, અમર પ્રેમ, અપના દેશ, બાવર્ચી, રાજા-રાની સાથે જાણીતી અભિનેત્રી મુમતાઝ સાથે આઠ સફળ ફિલ્મ કરી હતી.
ફિલ્મ જગતનાં એક માત્ર રાજેશ ખન્નાના ઓટોગ્રાફ લેવા મહિલાઓ પડાપડી કરતાં હતા. એકવાર તો મદ્રાસની હોટલમાં એક હજાર મહિલાઓનો જમાવડો થઇ ગયો હતો. શર્મિલા ટાગોર, મુમતાઝ, આશા પારેખ, જીન્નત અમાન, તનુજા અને હેમામાલીની જેવી અભિનેત્રીઓ સાથે શ્રેષ્ઠ ફિલ્મો કરી હતી.રાજેશ ખન્નાના ગુરૂદત્ત, મીનાકુમારી અને ગીતાબાલીથી પ્રભાવિત હતા. તેમણે એક મુલાકાતમાં જણાવેલ કે રાજકપુર જેવી સાહજીકતા, દેવાનંદ જેવી શૈલી અને શમ્મીકપુર જેવી લય તેમના અભિનયમાં લાવવા સતત જાગૃત હતા.