અગાઉના વર્ષમાં ભાવ વધારો થયા બાદ ફરી એકવાર 6 થી 10% સુધીનો વધારો ઝીંકાશે!!!
અબતક, નવી દિલ્લી
જો તમે નવા વર્ષ 2022 માં ટીવી, રેફ્રિજરેટર અને વોશિંગ મશીન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે ચોંકી જશો. આ હોમ એપ્લાયન્સ આ મહિને અથવા આવતા મહિનાના પ્રથમ સપ્તાહમાં મોંઘા થવા જઈ રહ્યા છે. ક્ધઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ એન્ડ એપ્લાયન્સીસ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (સીઈએએમએ)ના પ્રમુખ એરિક બ્રેગેન્ઝાના જણાવ્યા અનુસાર 2021માં કંપનીઓએ કિંમતોમાં 12 થી 13 ટકાનો વધારો કર્યો છે. નવા વર્ષથી એલઇડી ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન અને કેટલાક અન્ય હોમ એપ્લાયન્સિસના ભાવમાં 6 થી 8 ટકાનો વધારો થઈ શકે છે.
ક્ધઝ્યુમર ડ્યુરેબલ ગુડ્સ ઉત્પાદકો એટલે કે, રેફ્રિજરેટર, ટીવી, વોશિંગ મશીન વગેરે કંપનીઓએ આ વર્ષે ત્રીજી વખત તેમની કિંમતોમાં વધારો કર્યો છે. કાચા માલની કિંમતમાં સતત વધારો તેનું મુખ્ય કારણ હોવાનું કહેવાય છે. તમને જણાવી દઈએ કે, 2022માં પણ કંપનીઓ ફરી એકવાર કિંમત વધારવાના મૂડમાં છે.
એરિક બ્રેગેન્ઝાના જણાવ્યા અનુસાર 2021માં કંપનીઓએ કિંમતોમાં 12 થી 13 ટકાનો વધારો કર્યો છે, જ્યારે આ સમયગાળા દરમિયાન તેમની કિંમતોમાં 20 ટકાનો વધારો થયો છે. તેથી હવે કંપનીઓ કિંમતમાં 6 થી 8 ટકાનો વધારો કરી શકે છે.
આપને જણાવી દઈએ કે, તાંબુ, સ્ટીલ અને એલ્યુમિનિયમ જેવી મોટી ધાતુઓની સાથે સાથે કાચા તેલની કિંમતો પણ સતત વધી રહી છે. વર્ષ 2021 ની શરૂઆતથી નવેમ્બરની વચ્ચે આ બધાની કિંમતમાં 25 થી 140 ટકાનો વધારો થયો છે. આવી સ્થિતિમાં કંપનીઓનો ઉત્પાદન ખર્ચ ઘણો વધી ગયો છે, જેનો બોજ તેઓ હવે ગ્રાહકોના ખિસ્સા પર નાંખી રહી છે.