LICના ગ્રાહકો દ્વારા આપવામાં આવતું વીમા પર ના પ્રીમિયમને અન્યમાં રોકાણ કરતા ભરોસો તૂટ્યો
લાઈફલાઈન વીમો અંતે જોખમમાં મુકાયો . એલ.આઇ.સી દ્વારા જે આઇપીઓ બહાર પાડવામાં આવ્યો હતો તેમાં રોકાણકારોના આશરે 1.25 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ગયું છે જે સૌથી મોટું નુકસાન હોવાનું પણ સામે આવે છે પરંતુ ખરા અર્થમાં આ રૂપિયાનું ધોવાણ થવા પાછળનું કારણ શું એ જાણવું એટલું જ જરૂરી છે. જ્યારે પણ વીમા ની વાત આવે તો લોકોનો સર્વપ્રથમ વિકલ્પ જો હોય તો તે એલ.આઇ.સી હતું પરંતુ હવે જે રીતે પોતાના ગ્રાહકો પરનો વિશ્વાસ ગુમાવી રહ્યું છે તેના કારણે એલ.આઇ.સી ને ઘણી આર્થિક મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે.
વર્ષ 1960માં લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન તીન કોર્પોરેટ થયું હતું અને સરકાર સાથે તેનું જોડાણ થયું હતું જેથી એલ.આઇ.સીના ગ્રાહકોનેએ વાતનો ખ્યાલ હતો કે એલ.આઇ.સી નું માઈ બાપ સરકાર છે જેથી તેમના કોઈ જગ્યાએ વેડફાસે નહિ અને દુબસે નહીં. બીજી સૌથી મોટી વાત એ છે કે એલ.આઇ.સી નો મુખ્ય હેતુ એ છે કે મેકિંગ લોસ ગુડ. જેથી કોઈ નફો રળવા માટે નું સ્થાન એલ.આઇ.સી નથી. એટલું જ નહીં એલ.આઇ.સી ના ગ્રાહકો દ્વારા જે પ્રીમીયમ ભરવામાં આવતું હતું તે પ્રીમિયમ ને એલ.આઇ.સી દ્વારા કોઈ અન્ય જગ્યા ઉપર રોકાણ કરવામાં આવતું હોવાથી એ ડર હતો કે તેમના રૂબી જશે તો શું અને વળતર નહીં મળે તો શું પરિણામે જે વિશ્વાસ એલ.આઇ.સી એ તેમના ગ્રાહકોમાં કેળવ્યો હતો તેમાં ખૂબ મોટા હશે ઘટાડો જોવા મળ્યો અને પરિણામે તેના આઈપીઓ માં ખૂબ મોટું નાણાકીય ધોવાણ થયું.
ત્યારે હવે એલ.આઇ.સી ફરી ભરોસો મેળવી શકશે કે કેમ તે પણ સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે. બીજી તરફ રોકાણકારો આપણે પ્રશ્ન ઉભો થયો છે કે ફરી એલ.આઇ.સી ના ભાવ મળશે કે કેમ પરંતુ હાલના તબક્કે જ સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે તેનાથી એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે લોકોનો એલ.આઇ.સી પરનો જ ભરોસો પહેલા જોવા મળતો હતો તેમાં ઘણા ખરા અંશે ઘટાડો થયો છે.