એક નાનું અમથું ખોખું,
બતાવે દુનિયાને ખૂબ મોટું,
ઘરમાં તેનું કોઈ નિશિચિત નથી સ્થાન,
તે બદલાય સંજોગો સમાન,
તે વડીલો તથા બાળકોનું પ્રિય,
લોકો નિહાળે તેને ક્યારેક ,
એકલતમાં તો, ક્યારેક પરિવાર સાથે,
કોઈ માટે બને તે સાથ,
તો કોઈ માટે બને તે સાર,
આખી દુનિયા નિહાળો એક સ્થાને
જોવો ટીવીને વારંવાર ,
કારણ, તે સમજાવે જીવનને ફરી એક વાર
ક્યાક નવા સૂર કોઈને ચુભે,
ક્યાક નવી વાર્તાઓ દીલને સ્પર્શે,
ક્યાક દેખાય સમચાર સુપરફાસ્ટ,
ક્યાક ખીલે મનનાં વિચાર,
ક્યાક થાય પ્રેમનો ઈજહાર,
ક્યાક પ્રારંભ થાય જિંદગી નવી,
ક્યાક દેખાય મનોરંજન સાથે સંબંધ,
ક્યાક ઓળખાય વાણી સાથે વિચાર,
આથી કહી શકાય ટીવીની,
આ દુનિયા છે અનોખી,
ટીવીની છે આ લાગણીઓની,
સાચી જોડી બતાવે તે વાસ્તવિકની શોધી,
હાસ્યથી ભરી અને મિત્રની જેમ,
ખરી દોસ્તી નિભાવે તે ટીવી.