દરેક ‘આફત’ કોઈ ‘અવસર’ હોય છે
કુદરતે પૃથ્વી પર કોઈને કોઈ આફત મોકલે છે ત્યારે તે માનવી કે જીવ સૃષ્ટિ માટે અવસર હોય છે. આવી જ એક આફત કોરોના છે. જેના લીધે પૃથ્વી ફરતેના ઓઝોન પડમાં પડેલા ગાબડા પૂરવા માટે નિમિત બની છે. કોરોનાને લગભગ આખુ વિશ્ર્વ થંભી ગયા જેવી સ્થિતિ છે ત્યારે પૃથ્વી ફરતે આવેલા ઓઝોનના પડમાં પડેલા ગાબડા પૂરઈ રહ્યા છે.
૨૧મી સદીના વિશ્ર્વમાં વધતી જતી ભૌતિક સુવિધાઓ પર્યાવરણનો નખ્ખોદવાળી રહી છે. વાતાવરણમાં ફેલાવવામાં આવતું વાયુ પ્રદુષણ અનેક રીતે ઘાતક પૂરવાર થઈ રહ્યું છે. સૌથી વધુ ક્ષતિ સૂર્યના નુકશાનકારક કિરણોને પૃથ્વી પર આવતા અટકાવનાર ઓઝોનના પડમાં થાય છે.
ઓઝોનના ગાબડાઓનાં કારણે પૃથ્વી પર સૂર્યના વિકિરણથી કેન્સર જેવા રોગના ઉપદ્રવ વધવાનો જોખમ વધી રહ્યું છે.
પ્રદુષણથી ઓઝોન પરનુ જોખમ વધતુ જ જાય છે.તેવી પરિસ્થિતિમાં એક સારા સમાચાર આવ્યા છે કે ઓઝોનનું પડ કુદરતી રીતે રીપેર થઈ રહ્યું છે.
એક અભ્યાસમાં વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલા સંશોધનપત્રમાં જગતને એક એવા સારા સમાચાર આપવામાં આવ્યા છે કે ઓઝોનનું પડ સંધાઈ રહ્યુ છે.
જો વિશ્ર્વ આ અંગે વધુ જાગૃત થાય તો પર્યાવરણ સંબંધી અન્ય સારા પરિણામો મળી કે.
યુનિ.ઓફ કોલોરોડશ બોલ્ડરના અંતરાબેર્નઝીએ જણાવ્યું હતુકે હવામાન પરિવર્તન અસરો પશ્ર્ચિમી પ્રદુષણ પર ખાસ કરીને હવાના પરિભ્રમણની દિશાઓમાં પરિવર્તન આવ્યું છે. આ પરિભ્રમણ ઓઝોનના ગાબડાઓમાં રિપેરીંગના કારણે આવ્યું છે. પડેલા ગામડાઓ કૂદરતી રીતે સંધાઈ રહ્યા છે. ઓઝાનના ગાબડાઓ કુદરતી રીતે સંધાવવાની આ પ્રક્રિયા પર્યાવરણની પૂન: સ્થાપનાની ગતિ સંકેત આપે છે.જે આજના પ્રદુષિત હવામાનના યુગમાં ખારા સમુદાયમાં મીઠી વિરડી જેવું ગણાય.