લાખો લોકોની ધડકન થંભાવી દેનારી શ્રીદેવીની લાઇફ સ્ટાઇલ શું શીખ આપે છે?
મેરે હાથો મેં નૌ નૌ ચૂડીયા હૈ…. લાખો દિલોની ધડકન શ્રી દેવીના અચાનક મૃત્યુથી બોલીવુડ સહિત સહુ કોઇ સ્તબ્ધ છે. માત્ર પ૪ વર્ષની વયે તેને હાર્ટ એટેક આવ્યો!
શ્રીદેવીની લાઇફ સ્ટાઇલ એવી હતી કે – તે ફિગર જાળવવા જરુરથી વધુ પ્રયાસો કરતી. નો જંકફૂડનો ઓઇલી ફુડ, નો મિર્ચ-મસાલા, ઓન્લી ડાયેટ એન્ડ વર્ક આઉટ ! શ્રીનું સમય પહેલા મૃત્યુ એક પ્રશ્ર્ન જરુર ઊભો કરે છે કે લોકોની લાઇફ સ્ટાઇલની દોટ શું મુત્યુ તરફની દોટ છે ?શ્રીદેવીના લાગતા વળગતા બધા કહે છે કે તેને હ્રદયરોગના હુમલાના કોઇ જ લક્ષણ ન હતા. તો અચાનક શું થઇ ગયું ? રી ઉર્ફે શ્રીદેવી રોજ ર કલાક જિમમાં વર્ક આઉટ કરતી હતી, ક્રશ ડાયેટ કરતી હતી, વજન ન વધે અથવા વજન બેલેન્સ્ડ રહે તે માટેનો પાઉડર લેતી હતી. આમ કરીને તેણે એક રીતે પોતાની જાતને બાંધી લીધી હતી. મતલબ કે આપણા શરીરની અંદર રહેલા મન અથવા આત્માને પણ તૃપ્તીની જરુર હોય છે. આપણા શરીરમાં કુદરતે દરેક અંગોને રસ આપેલા છે. તેમાં જીભનો સ્વાદ પ્રથમ ક્રમાંકે છે. મતલબ કે અગર તમે ડાયેટ કરીને બહારથી સ્વસ્થ દેખાય છો, સુડોળ દેખાવ છો પરંતુ અંદરથી જીવાત્મા રેબેલ બની જાય છે. મતલબ કે તે બળવો પોકારે છે અને આંતરીક રીતે સિસ્ટમને નબળી પાડે છે. એટલે આવી લાઇફ સ્ટાઇલ એ મૃત્યુ તરફની દોડ બની જાય છે !
બીજી તરફ દિવંગત પત્રકાર – લેખક ખુશવંત સિંઘ ૯૯ વર્ષની વયે ‘હસતા – રમતા’પ્રભુને પ્યારા થયા. તેમણે મૃત્યુ પહેલા આપેલા એક અંતિમ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, હું આ ઉંમરે પણ બટર ચિકન ખાઉ છું, મોજથી વ્હિસ્કી પીવું છું, હું ભલે ઓબેસ (મેદસ્વી) હોઉ પણ જીંદગીને માણુ છું. ખુશવંતસિંઘ અને શ્રીદેવીની લાઇફ સ્ટાઇલની તુલના સમજવા જેવી છે. તમે શરીરની સંભાળ રાખો આયુર્વેદ ભગવાન ધન્વતરીના પુસ્તકમાં લખ્યું છે કે શરીર એક મંદીર છે. આચર કૂચર ખાઇને તેને અપવિત્ર (કચરા પેટી) ન કરી શકાય. સાચી વાત છે પરંતુ દરેક વ્યકિતએ પોતાની બોડી પેટર્નને સમજીને ડાયેટ પ્લાન અને વર્ક આઉટ પ્લાનને ફોલો કરવો જોઇએ. આમાં કોઇની નકલ હરગીઝ ન કરવી જોઇએ. એક ચોકકસ પ્રમાણમાં ખાન-પાનમાં મર્યાદા જાળવવી જોઇએ. અત્યારે યુવતિઓમાં ‘ઝીરો’ફીગરની ઘેલછા છે. તે પણ આગળ જતાં ખતરનાક નિવડી શકે છે. શ્રીદેવીના દીયર સંજયકપુરે કહ્યું કે, ભાભીને હ્રદય રોગ આવી જ ન શકે. બીજી એક વાત, શ્રીદેવી ઇન્ટ્રોવર્ડ હતી એટલે કે અંતરમુખી (ઓછા બોલી) હતી. તે પુત્રી જાહન્વી કપૂરની ફિલ્મી કેરીયરને લઇને પણ ફિકર મંદ હતી.