હિપેટાઇટીસ દિવસ અંતર્ગત પત્રકાર પરિષદ યોજી વાયરલ વિશે માહિતગાર કર્યા
દેશભરમાં અને ખાસ રાજયભરમાં વધી રહેલા હેપેટાઇટીસ વાયરસના રોગના લક્ષણો અને ર૮મી જુલાઇ વિશ્વ હેપેટાઇટીસ દિન અંતર્ગત શહેરની ધ ફર્ન હોટલ ખાતે બેન્ક માર્ક હોસ્પિટલના ખ્યાતનામ ડો. ગુંજન જોષી હિપેટાઇટીસ અંગે પત્રકાર પરિષદ યોજી હિપેટાઇટીસથી થતા રોગ અને નુકશાન અને સારવાર તથા તકેદારી વિશે માહિતગાર કર્યા હતા. વધુમાં લેન્ડ માર્ક હોસ્પિટલના અમ.ડી.ડી.એન. ક્ધસલ્ટન ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ ડો. ગુંજન જોષીએ વ્યસનો અને આલ્કોટોલના સેવનથી હિપેટાઇટીસ વાયરસ શરીરમાં ભળવાની શકયતા રહે છે. જેના દ્વારા લીવર પર બહુ ખરાબ નુકશાની થઇ શકે છે.
ર૮ જુલાઇનો દિવસ વિશ્વ હિપેટાઇટીસ ડે તરીકે જાણીતો છે. આ પાછળનો હેતુ જીવલેણ હિપેટાઇટીસની બિમારી વિષે વિશ્વભરમાં જાગૃતિ ફેલાવાનો છે કારણ કે આ એક ચેપી રોગ છે તેના વિષે સમયસર નિદાન અને સારવાર આના ગંભીર સ્વરુપ માંથી બચાવી શકે છે.
હિપેટાઇટીસ-બી એક વાઇરસ જન્ય ચેપી રોગ છે. જે લીવર પર અસર કરે છે આ વાઇરી એચઆઇવી કરતાં લગભગ ૧૦૦ ગણો વધુ ચેપી છે.
વધુ વિગતો જોઇએ તો હિપેટાઇટીસ થવા પાછળના વિવિધ કારણોમાં આ એક વાઇરસ જન્ય ચેપી રોગ છે અને તે વિવિધ પ્રકારના વાઇરસને કારણે થાય છે. તેના નામ છે હિપેટાઇટીસ એ,બી,સી, ડી. તથા હિપેટાઇટીસ ઇ છે જે આ બિમારી શરીરનાી રોગ પ્રતિકારક પ્રણાલી લીવર્ણ કોષો પર હુમલો કરે છે.
આમ વિવિધ વાઇરસનાં કારણે વાઇરસ હિપેટાઇટીસ થઇ શકે છે. અને આનાથી તીવ્ર અને ટુંકી હિપેટાઇટીસની બીમારી થઇ શકે છે. પરંતુ હિપેટાઇટીસ બી અને સી વાઇરસથી થતો હિપેટાઇટીસ અત્યંત ગંભીર અને જીવલેણ બીમારી નીવડી શકે છે. દદીને આ વાઇરસનો ચેપ લાગ્યા બાદ ટુંકા ગાળાનો (એકયુટ) હિપેટાઇટીસ અથવા લાંબાગાળાનો (ક્રોનીક) હિપેટાઇટીસ થઇ શકે છે. જેમાં એકયુટ હિપેટાઇટીસ દર્દીને કમળો (પીળી આંખો તથા ખુબ પીળા પેશાબ) જીણી તાવ, ભુખ ન લાગવી, અશકિત, ઉબકા જેવા લક્ષાણો થાય છે. આમાંથી ફકત એક ટકા લોકોને કમળી (લીવી ફેઇલ્યુર) થાય છે. જેમાં દર્દીના નિંદ્રા ચક્રની ઉલટસૂલટ વિચિત્ર વર્તન બબડાટ અથવા બેભાન અવસ્થા (કોમા) જેવા લક્ષણો જોવા મળે છે. દર્દીના જીવ માટે જોખમ કારક બની શક છે. જયારે ક્રોનીક હિપેટાઇટીસના દર્દીને મહદઅંશે કોઇપણ જાતના લક્ષણો હોતા નથી છતાં લાંબાગાળે લીવલ સીરોસિસ લીવર ફેલલ્યોર તથા લીવર કેન્સરમાં પરિણામે છે.
હિપેટાઇટીસ એ અને ઇ વિશે વાત કરતા કહ્યું હતું કે હિપેટાઇટીસ એ અને ઇ પાણી અથવા ખોરાકની ગંદકી ને લીધે થાય છે. ચેપગ્રસ્ત લોકો બાથરુમનો ઉપયોગ કર્યા પછી તેમના હાથ ન ધોવે તો તેમના હાથ વાઇરસ ધરાવી શકે છે પછી તેઓ ખોરાક, પાણી અને અન્ય લોકો સહીત જે કોઇપણ સ્પર્ધ કરે તે વાઇરસ ફેલાવી શકે છે.