• પત્નીની છેડતી અંગે પાડોશીને ઠપકો દેવા જતાં છરીના ઘા ઝીંકી ઢીમઢાળી દીધું’તું
  • નજરે જોનાર મૃતકની પત્ની સહિતના 17 જેટલા સાહેદ અને 29 દસ્તાવેજી પુરાવા ધ્યાને લઇ અધિક સેસન્શ જજ જાદવે સજા ફટકારી

શહેરની ભાગોળે આવેલા વાવડી ખાતે તુલશી એપાર્ટમેન્ટમાં સાડા પાંચ વર્ષ પહેલાં છેડતીના પ્રશ્ર્ને ઠપકો દેવા ગયેલા વિપ્ર યુવાનની હત્યા કરવાના ગુનામાં ઝડપાયેલા શખ્સ સામેના કેસની સુનાવણી પુરી થતા અદાલતે આરોપીને 17 સાદેહ અને 29 દસ્તાવેજી પુરાવા ધ્યાને લઇ અધિક સેસન્શ જજ બી.બી.જાદવે તકસીરવાન ઠેરવી જન્મટીપની સજા ફટકારી છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ વાવડી ખાતે આવેલા તુલશી એપાર્ટમેન્ટમાં રહેતા પંકજભાઇ પ્રભાશંકરઊભાઇ પુરોહિતની ગત તા.12-6-17ના રોજ દિપક નરશીએ છરીના ઘા ઝીંકી હત્યા કરવાના ગુનામાં તાલુકા પોલીસે ધરપકડ કરી હતી. પંકજભાઇ પુરોહિતને ટ્રાવેલ્સનું કામ હોવાથી તેઓ અવાર નવાર બહાર ગામ જતા હોય તેની પત્ની ફોરમબેન પુરોહિતને અડપલા કરતા ફોરમબેન અને દિપક નરશી વચ્ચે ઝઘડો થયો હતો આ અંગે પંકજભાઇ પુરોહિત તેમના ઘરે આવ્યા બાદ પત્ની ફોરમબેન દ્વારા દિપક નરશી અડપલા કરતો હોવાની કરેલી રાવ અંગે પંકજભાઇ પુરોહિત ઠપકો દેવા ગયા ત્યારે દિપક નરશી ઉશ્કેરાયો હતો અને છરીના ઘા ઝીંકી દેતા તેઓને સારવાર માટે દોશી હોસ્પિટલ લઇ ગયા હતા જ્યા તેઓનું મોત નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો.

તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. બી.ડી.રાઠવાએ દિપક નરશીની ખૂનના ગુનામાં ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. દિપક નરશી સામેના હત્યા કેસની સુનાવણી અધિક સેસન્શ જજ બી.બી.જાદવની કોર્ટમાં શરૂ થતા ફોરમબેન સહિત ચાર નજરે જોનાર અને અન્ય મળી 17 જેટલા સાહેદો દ્વાર હત્યાના કેસને સમર્થન આપતી જુબાની આપી હતી. તેમજ 29 જેટલા દસ્તાવેજી પુરાવા ધ્યાને લઇ અદાલતે દિપક નરસીને તકસીરવાન ઠેરવી જન્મટીપની સજા ફટકારી છે. સરકાર પક્ષે એપીપી પરાગ શાહ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.