ગૌમાતાની પ્રતિમા, ચકલીનો માળો અને વિશાળ યશોલતા ગ્રંથ અર્પણ કરાયો
પ્રખર ગૌસેવક, જીવદયાપ્રેમી, સંસ્કૃત અને સંસ્કૃતિ પ્રેમી અને આર્ય સમાજ વ્યવસ્થામાં શ્રદ્ધા ધરાવતા ગુજરાતનાં નવ નિયુકત રાજયપાલ આચાર્ય દેવવ્રતજી સાથે રાજભવન, ગાંધીનગર ખાતે જીવદયા પ્રેમીઓએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડનાં મિતલ ખેતાણી, ગૌસેવા આયોગ અને ગૌચર વિકાસ બોર્ડનાં સેક્રેટરી ડો.પોષક પટેલ, જાણીતા એડવોકેટ કમલેશભાઈ શાહ, એસ.પી.સી.એ અને એનીમલ હેલ્પલાઈનનાં પ્રતિક સંઘાણી, સમસ્ત મહાજનનાં રાજુભાઈ શાહ, મનીષભાઈ ભટ્ટ, હરેશભાઈ શાહ, અમદાવાદથી અભયભાઈ શાહ, સ્નેહલભાઈ શાહ સાથે જોડાયા હતા. આ પ્રસંગે ગૌમાતાની પ્રતિમા અને ચકલીનો માળો આપીને મહામહીન રાજયપાલ આચાર્ય દેવવ્રતજીનું અભિવાદન કરાયું હતું. આચાર્ય યશોવિજય સુરીશ્વરજી મહારાજનાં માત્ર ૨૧ વર્ષનાં શીષ્યમુની ભકિતયશવિજયજી દ્વારા રચિત વિશ્વનો સૌથી વિશાળ વ્યાખ્ય ગ્રંથ યશોલતા કે જેમાં રહસ્યમય ગુઢ તત્વોનો આર્વિભાવ થાય છે તે પણ સંસ્કૃત પ્રેમી રાજયપાલને અર્પણ કરાયો હતો.