આયુષ્યમાન ભારતના લાભાર્થીઓને સહેલાઇથી યોજનાનો લાભ મળે તે માટે સીએસસી સેન્ટરનો સંપર્ક કરી શકાશે
આરોગ્ય મંત્રાલયએ ઇલેકટ્રોનિકસ અને ઇન્ફરમેશન ટેકનોલોજી મંત્રાલયે હાથ મીલાવ્યા છે. એટલે કે હવે આયુષ્યમાન ભારતના લાભાર્થીઓને કોમન સર્વિસ સેન્ટર (જનસુવિધા કેન્દ્ર) માંથી હેલ્થ કાર્ડ મળી રહેશે.
સ્વાસ્થ્ય મંત્રાલયે આ પ્રકારના કરારનામા પર સહી કરી છે. આ માટે ૩ લાખ જેટલા કોમન સર્વિસ સેન્ટર શરુ કરવામાં આવ્યા છે.
આયુષ્યમાન ભારત હવે સીએસસી સાથે જોડાયું છે. આ અંગે વધુ જણાવતા હેલ્થ મીનીસ્ટર જે.પી. નંદાએ ટવીટ કર્યુ કે આયુષ્યમાનને સીનેસી સાથે જોડવામાં આવશે તો નાગરીકોની સવલતને જાળવી રખાશે.
આ કરાર મુજબ સીએસસી આ અંગેની સંપૂર્ણ કાર્યવાહી સપ્ટેમ્બરની આખર સુધીમાં પુરુ કરશે. બાયો મેટ્રીક ફેસીલીટ પણ આ સાથે વેરીફીકેશનમાં એડ કરાશે આ માટે આધાર કાર્ડનો ઉપયોગ સેવા કેન્દ્રોમાં થઇ શકશે.
અને જો તે સમયે આધાર કાર્ડ નહી મળી શકે તો તેના બદલે તેની સમાન વેવીડ ફોટો આઇડી કે વોટર આઈડી પણ જમા કરાવી શકાશે.
આયુષ્યમાન ભારત અંતર્ગત લાભાર્થી હોસ્પિટલમાં હોય તે દરમિયાન તેને કયાં કયાં લાભ મળે છે તેની તેને જાણ હોતી નથી તો આ અંગેની સંપૂર્ણ જાણકારી તેમને સીએસસી સેન્ટર પરથી મળી રહેશે.
વધુમાં ભુષણે જણાવ્યું કે, આયુષ્યમાન ભારત અંતર્ગત હેલ્થકાર્ડના ૩ લાખ સેવા કેન્દ્રોમાં આધારકાર્ડનો ઉ૫યોગ થઇ શકશે.
આ યોજના અંતર્ગત પહેલી વખત આવનાર લાભાર્થીએ તેનું આધાર કાર્ડ બતાવવાનું રહેશે અને જો બીજીવાર તે આધાર કાર્ડ લઇને ન આવી શકે તો પણ તેને હેલ્થ કાર્ડનો લાભ મળી રહેશે. આમ યોજના અંતર્ગત ૧૦૦ મીલીયન ભારતીય પરિવારોને પ૦૦ રૂપિયાના રાહત દરે લાભ મળશે. આ માટે જે તે લાભાર્થીએ સૌ પ્રથમ નજીક સીએસસી સેન્ટરની મુલાકાત લેવાની રહેશે.