હરિદ્વાર કથામાં ક્રુષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
હરિદ્વાર ના ઋષિકેશ માં ગંગા નદી ના કિનારે સ્વામિનારાયણ આશ્રમ માં સર્વે પિતૃ ના મોક્ષર્થે તેમજ વિશ્વકલ્યાણાર્થે ઉપલેટા ચનભાઈ જેઠાભાઇ સુવા પરિવાર તથા નગરપતિ મયુર સુવા દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત કથામાં આજે વ્યાસ પીઠ ઉપરથી પૂ.પુરાણી સદગુરુ વિષ્ણુપ્રસાદ સ્વામી અથાણાવાળા એ મનુષ્ય ના જીવન નો મર્મ સમજાવતા જણાવેલ કે આપણા ગયા પછી શું થશે , કોણ શું કહેશે તેની ચિંતા છોડો , કારણ કે શરીરના પાંચ તત્વો માટીમા ભળી ગયા પછી કોઈ વખાણ કરે કે કોમેન્ટ કરે તો શું ફરક પડે છે તે સમયે જીવનનો આનંદ માણવાનો સમય અને મહેનતની કમાણી વીતી ગઈ હશે.
તમારા બાળકોની જરૂરિયાતો વિશે વધુ ચિંતા કરશો નહીં તેમને પોતાનો રસ્તો શોધવા દો તેમને પોતાનું ભવિષ્ય બનાવવા દો તેમની ઈચ્છાઓ આકાંક્ષાઓ સપનાઓના ગુલામ ન બનો બાળકોને પ્રેમ કરો , તેમની સંભાળ રાખો , તેમને ભેટો પણ આપી પરંતુ તમારી પોતાની આકાંક્ષાઓ પર પણ કેટલાક જરૂરી ખર્ચાઓ કરી જન્મથી મૃત્યુ સુધી દુ:ખ સહન કરવા એકમાત્ર રસ્તો નથી.તમે છ દાયકા પૂર્ણ કર્યા છે.
હવે જીવન અને આરોગ્ય સાથે રમીને પૈસા કમાવવા એ અયોગ્ય છે કારણ કે હવે પૈસા ખર્ચ્યા પછી પણ તમે સ્વાસ્થ્ય ખરીદી શકતા નથી આ યુગમાં બે પ્રશ્નો મહત્વના છે પૈસા કમાવવાનું કામ ક્યારે બંધ કરવું અને બાકીના જીવનના કેટલા પૈસા સુરક્ષિત રીતે વપરાશે તમારી પાસે હજારો એકર ફળદ્રુપ જમીન હોવા છતાં પેટ ભરવા માટે કેટલું અનાજ જોઈએ ? જો તમારી પાસે ઘણાં ઘરો છે, તો પણ તમને રાત્રે સૂવા માટે માત્ર એક જ રૂમની જરૂર છે .
વધુમાં સ્વામી એ જણાવેલ કે પર્વત – શિખર ઓળંગીને સૂરજ પાછો આવે છે , પણ હૃદયમાંથી દૂર ગયેલા પ્રિયજનો પાછા આવતા નથી . જો કોઈ દિવસ આનંદ વિના પસાર થાય , તો તમે તમારા જીવનનો એક દિવસ ગુમાવ્યો છે . અને જો એક દિવસ આનંદમાં વિતાવ્યો હોય તો એક દિવસ તમે કમાયા છોઆ ધ્યાનમાં રાખો.
બીજી એક વાત જો તમે રમતવીર છો અને ખુશમિજાજ છો , તો પછી ભલે તમે બીમાર હોવ પણ તમે જલ્દી સ્વસ્થ થઈ જશો અને જો તમે હંમેશા ખુશખુશાલ રહેશો , તો તમે ક્યારેય બીમાર થશો નહીં સૌથી મહત્વની વાત એ છે કે તમારી આસપાસ જે કંઈ સારું છે , તે શુભ છે , ઉત્કૃષ્ટ છે , તેનો આનંદ લો અને તેની કાળજી લો આ કથામાં ઉપલેટા ના પત્રકાર ભરતભાઈ , કિરીટભાઈ રાણપરિયા એ પણ કથામાં રસપાન નો લાભ લઇ સ્વામીજી ના આશીર્વાદ મેળવ્યા હતા તેમજ કથાના આયોજકો નગરપતિ મયુરભાઈ સુવા , ભાવેશભાઈ સુવા , કનુભાઈ સુવા , રાજનભાઈસુવા , જગુભાઈ સુવા સહિત સુવા પરિવાર નું ધાર્મિક પ્રેરણાદાય કાર્ય કરવા બદલ ફુલહાર કરી સાલ ઓઢાડી સન્માન કરેલ હતું , આકથાનું સંચાલન ઉપલેટા ના વિદ્વાન ધર્મનંદન સ્વામી એ પોતાની સુમધુર વાણી માં કર્યું હતું.