આમતો વિશ્ર્વમાં કુદરત ખુદ એક સુંદર કવિતા જ છે. પ્રકૃતિનો લય એનુ માધુર્ય અને અણધારી, અણચિંતવી નિષ્પન્ન થતી અજાયબી…..કોણ કહેશે પ્રકૃતિ એ કવિતા નથી ?
જો કે “કવિતા દિનના ચોવીસ કલાકની મિનિટ કે સેક્ધડ નહિં પળ-પિપળ કળા કે વિકળા ગણીએ તો પણ કવિતાના એક-એક શબ્દને સમાવી ન શકાય….
માત્ર બે લાઇનની નાનકડી કવિતાથી શરુ કરીને ખંડકાવ્ય અને મહાકાવ્ય સુધીની સફર….ગુજરાતથી શરુ કરીને વિશ્ર્વની તમામ ભાષામાં સર્જાતી કવિતા….લાખ્ખો કવિ…. કરોડો કવિતા અને અબજો વાચકો-ચાહકો-ભાવકો….
ઘણી વાર પ્રશ્ન થાય….કવિતા શબ્દમાં સમાઇ શકે ? કે પછી શબ્દોની બહાર નિ:શબ્દ સ્કૂટ થાય એ કવિતા ?
પણ…. ને એક શબ્દની કવિતા કહેવાય ??
શંકા પણ થાય…..કવિતાનો સર્જનહાર મોટો કે કવિતાને માણનાર મોટો ? અરસિકેશુ કવિત્વ નિવેદનાં, સિરસિ માં લિપ માં લેખ “મા પ્રચ્છની રહેતું કાવ્યતત્વ માણનાર. માણીને મમળાવનારે મોટો કે..પછી મક્કમ મને વિધાતા પાસે આજીજી કરતો એનો સર્જનહાર !!
કવિતાને ઉંમર નડે ખરી ? કવિતાને નાની બાળકી કહેવી કે પછી ઉછળતી કુદતી કુમારિકા ? નમણી નવોઢા કહેવી કે પ્રગલભ પ્રૌઢા ?? તદ્ દૂરમ તદ અન્તિકેની જેમ દ્રષ્ટિ મુજબ રુપ અને સ્વરુપ બદલી શકાતી અભિસારિકા ગણી શકાય?
કવિતાનું વર્ણન શક્ય નથી. સરખામણી શક્ય છે? “કેનોપમા ભવતુ તસ્ય રુપસ્ય કહીને એને શબ્દોના શણગારથી વધારે રુપવાન બનાવવી કે પછી ઉપમા અને ઉપઝેયને એકબીજાથી ચડિયાતાં કરી દેવા ?? પણ ઉપમા કઇ ?
આંખ બંધ કરીને વિચારતાં એક વાત યાદ આવે છે. ઇશ્ર્વરનું સહુથી સુંદર સર્જન એટલે સ્ત્રી અને….સ્ત્રીને પ્રકૃતિ કહીએને પ્રકૃતિને કવિતા તો પછી સંસારની સહુથી શ્રેષ્ઠ અને જીવતી જાગતી કવિતા એટલે સ્ત્રી નહિં??
એક ગંભીર વાત સાથે સમાપન….પોતાની પુત્રી કવિતાને ખૂબ પ્રેમ કરતો કવિ…ને બહુ નાની ઉંમરે મૃત્યુ પામી કવિતા…..કવિની પુત્રી કવિતા….મુરઝાઇ કવિની કવિતા …અને જમાનાના લાખ પ્રયત્ન પછી કવિએ લખી કવિતા….
“ચણશે કપોતો શબ્દનાં હવે યાદ નો ચારો,
ઉઠશે અતીતની આંધીમાં વિચારાને વિચારો,
કથની તમામ યુગની સર્જી શકાશે કિન્તુ
કવિતાને ક્યાંથી લાવશે, આ કવિ બિચારો ?”
વિશ્ર્વ કવિતા દિને સાદર અર્પણ…
આર્ટીકલ ગમેતો અચૂક શેર કરો….
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,