કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણી

અબતક સોશિયલ મીડિયાના ફેસબુક પેઈજ પર રોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું લાઈવ પ્રસારણ માણો

ગઈકાલે રંગમંચનાં લાઈવ સેશન માં ગુજરાત સંગીત નાટક એકેડેમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા સન્માનિત, લેખક, દિગ્દર્શક, કલાકાર, શિક્ષક અને માર્ગદર્શક પ્રોફેસર વિજય સેવક લાઈવ આવીને  કહ્યું કે નાટક રંગમંચ શિક્ષણ અને જીવન જીવનના દરેક રંગ જોઈશું   મૂળ સુરતના શિક્ષકોને નાટ્ય શિક્ષણ શીખવાડતા વિજય સેવકે  વિષયની વાત કરતા જણાવ્યું કે 1980 માં પ્રથમ નોકરીમાં જોડાયા ત્યારે અમદાવાદ ખાતે રાયખડમાં શિક્ષણ કચેરી દ્વારા એક રેડિયો કાર્યક્રમ શરુ થયો હતો ટીચ ઈંગ્લીશ લર્ન ઈંગ્લીશ ત્યારે રેડિયો દ્વારા બાળકોને અંગ્રેજી શિખવાડવાના વર્કશોપ થતા.

ત્યારે અમે ભેગા થતા ત્યારે ડો. સુભાષ જૈન કહેતા કે ટી ઈઝ અ પાર્ટ ઓફ ટીચર. વિજય ભાઈએ આજે પોતાના અનુભવો યાદ કરતા નાની નાની ઘટનાઓ યાદ કરી અને પોતાના વિદ્યાર્થીઓ અને સેશનમાં જોડાયેલા પ્રેક્ષકો સામે રજુ કરી. જુના નાટકોને યાદ કરતા 1982 દરમ્યાન એક નાટક વિષે જણાવતા કહ્યું કે એક રાજાશાહી નાટકનાં શુટિંગ દરમ્યાન કેમેરામાં કાર્ડ નહોતું આવ્યું અને શુટિંગ કેન્સલ થયું હતું.

હું નિરાશ થઇ ગયો મિત્ર જશવંત ભાઈને વાત કરી કે ફિયાસ્કો થયો છે. ત્યારે જશવંત ભાઈએ મને સાંત્વના આપી અને કહ્યું કે ચિંતા નાં કરો હું એક પૈસો નહિ લઉં. આમ જ ડ્રેસવાળા ભાઈએ કહ્યું અને એક પૈસો ન લીધો. અને માનવતાનાં મને દર્શન થયા આ છે નાટક, શિક્ષણ અને મુલ્યો, આ જ જીવન છે. ધ્રુવ ભાઈની અકુપાર પરથી તૈયાર કરેલું નાટક દીકરીયું વિષે જણાવતા કહ્યું કે આ નાટકનાં કલાકારો સાથે બ્હાર સાઈકલ યાત્રા કરતા દરિયા કિનારે કિનારેનાં ગામડે નાટકો ભજવતાં જેમાં સુંદર સફરની સાથે સાથે નાટક કર્યું અને માત્ર નાટક કર્યું જ નહિ પણ અમે નાટક જીવ્યા.

બેકસ્ટેજ  એ જ નાટકનું ખરું જીવન છે. મારું શિક્ષણ અને નાટક અને જીવન બધું જ સમાંતર ચાલ્યું છે. નાટક અને શિક્ષણ જુદું છે જ નહિ, જીવનમાં જે નીપજે એને જ શિક્ષણ કહેવાય. જીવનમાં જે વસ્તુ કામ નથી લાગતી એ શિક્ષણ છે જ નહિ એવું મારું દ્રઢ પાને માનવું છે.

ખુબ જ સુંદર અને સર્જનાત્મક વિષય પર વાતો કરી રહ્યા હતા વિજયભાઈએ જેમણે પોતાના અનુભવો દ્વારા એવી અનેક વાતો જણાવી જે આજના નવ યુવાનોને નાટ્ય ક્ષેત્રે નવો માર્ગ બતાડી શકે છે. જીવન દ્વારા જીવનને શીખવું એ જ ડ્રામા ઇન એજ્યુકેશન છે અને થીયેટર ઇન એજ્યુકેશન છે એવી સુંદર વાત એમણે સમજાવી. લગભગ એક કલાક ચાલેલા આ માહિતી સભર સેશનમાં વિજયભાઈએ સુંદર વાતોની સાથે સાથે માનવંતા દર્શક મિત્રોના સવાલના જવાબો પણ આપ્યા જે ખુબ જ માહિતી સભર હતા. જે આપ કોકોનટ મીડીયાના ફેસબુક પેજ પર જોઈ અને જાણી શકો છો.

જો તમને અભિનયમાં કે નાટકના કોઈપણ વિભાગમાં ઇન્ટરેસ્ટ હોય તો વિજયભાઈનું આ સેશન જોવું જ જોઈએ. ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને તથા રંગભૂમિ સાથે સંકળાયેલા મહાનુભાવોને જોવા અને સાંભળવા કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6:00 વાગ્યે લાઈવ જોઈ શકો છો.

ગુજરાતી ફિલ્મોનાં જાણીતા કલાકાર ફિરોઝ ઈરાની આજે સાંજે લાઈવ આવશે

facebook 1626203003795 6820789763633575128

ગુજરાતી ફિલ્મોમાં કલાકાર ફિરોઝ ઈરાનીનું  બેનમુન યોગદાન છે. એક સમયે તમામ ગુજરાતી  ફિલ્મોમાં  તેઓ અવશ્ય જોવા મલતા ફિલ્મો સાથે  નાટકોમાં તેમના અભિનય થકી સફળતા હાંસલ કરી હતી. તેઓને ગુજરાત રાજયનો એવોર્ડ સાથે ટ્રાન્સમીડીયા એવોર્ડ મળેલ છે.

કલાકારોની આંતરીક સૂઝ સાથે  તેમના વિવિધ પાસા વિષયક વાતો અનુભવો આજે 6 વાગે કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગમંચ’માં લાઈવ આવીને શેર કરશે. એક જમાનામાં ગુજરાતી ફિલ્મોમાં તેનીબોલબાલા હતી. છેલ્લા પાંચ દાયકાથી ફિલ્મો નાટકો, ટીવી, સીરીયલોમાં જોવા મળી રહ્યા છે. ગુજરાતી તખ્તાનો બહોળો અનુભવ ધરાવતા ફિરોઝ ઈરાનીના આજના સેશનથી યુવા કલાકારોને ખુબજ જાણવા મળશેે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.