કોરોનાની મહામારીથી રાજકોટની સિવિલ હોસ્પિટલની બહાર જિંદગીઓ કતારોમાં કણસી રહી છે. આ દ્રશ્ય તંત્રના તમામ સબ સલામતના દાવાઓ પોકળ સાબિત કરી રહી છે. બીજી તરફ કોરોના અને ગ્લોબલ વોર્મિંગની મહામારીની સ્થિતિમાં કુદરતે આપેલ અમૂલ્ય ભેટ શ્વાસ જ રૂંધાવા લાગ્યા છે. ત્યારે લોકોને મફતમાં મળતા પ્રાણવાયુ માટે વલખા મારવા પડે છે. કુદરતી ઓક્સિજનની જગ્યાએ આપણે કુદરતી વાતાવરણને પ્રદુષિત કર્યું છે. કોરોના વાયરસ આજે લોકોના પ્રાણવાયુ હરિ રહ્યું છે. ત્યારે હોસ્પિટલની બેડની રાહમાં લોકો જ્યાં મળે ત્યાં પ્રાણવાયુ અટકે નહિ એટલે ગાડીમાં બેઠા બેઠા બાટલો ચડાવવા લાચાર બન્યા છે. મહામારીથી બચવા માટે લોકોને ઝડપથી પ્રાણવાયુ મળી રહે તેવી તંત્ર પાસે અપેક્ષા સેવી રહ્યા છે.
આ ફોટો રાજકોટની સિવિલ હોસ્પિટલના કોવિડ વિભાગનો છે. હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાંબી લાઈન જોવા મળી રહી છે. કોરોનાં સામેની જંગ દર્દીઓ એમ્બ્યુલન્સમાં રાહ જોઈને લડી રહ્યાં છે. હોસ્પિટલમાં ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓનો વારો તાત્કાલિક આવે એમ નથી. દર્દીઓ વેઈટિંગમાં છે દર્દીઓના પરિવારજનો પણ ઉપાધિમાં છે આવી પરિસ્થિતિને કાબુમાં લેવી તંત્રના હાથમાં પણ રહ્યું ન હોય તેમ સ્થિતિ ઊભી થઈ છે.