ગંદકી,પ્રાથમિક સુવિધાઓનો અભાવ સાથે વિધાર્થીઓ 100 વિધાર્થીઓ ભયના માહોલ હેઠે વસવાટ કરે છે: કોંગ્રેસના પ્રવક્તા હોસ્ટેલ પર રૂબરૂ પહોંચી વિદ્યાર્થીઓની સમસ્યાઓ સાંભળી
રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલ ધર્મેન્દ્રસિંહજી કેમ્પસમાં આવેલી લાખાજીરાજ હોસ્ટેલમા વિદ્યાર્થીઓએ રોહિતસિંહ રાજપૂતને રજુઆત કરી હતી કે હોસ્ટેલના અનેક રૂમમાં વરસાદનું પાણી પડે છે, મચ્છર અને ગંદકી એટલી છે કે વિદ્યાર્થીઓ ખુબ માંદા પડે છે. બાથરૂમમાં સાફ સફાઈ થતી નથી એટલે 100 વિદ્યાર્થીઓ વચ્ચે બે જ બાથરૂમ ચાલુ છે જેને લીધે લાઈન માં ઉભા રેહવું પડે છે અને કોલેજ પર વિદ્યાર્થીઓ મોડા પહોંચીયે છે. પીવાનું પાણી ચોખ્ખું નથી મળી રહ્યું,આરઓ પ્લાન્ટ બંધ હાલતમાં છે.
હોસ્ટેલની બહારના ભાગમાં પણ મોટું મોટું ઘાસ ઉગ્યું જેના લીધે નાગ, જીવજંતુઓ અનેક વાર નીકળ્યા હોવાથી ભયના માહોલમાં રેહવું પડે છે. અહીંયા અનેક એવા રૂમ છે કે જેમાં છતના પોપડાઓ પડે તેમ છે જેથી વિદ્યાર્થીઓના જીવના જોખમે સરખું વાંચી પણ નથી શકતા. આ અંગે તેઓએ જણાવ્યું હતું કે જામનગર અને જૂનાગઢમાં તાજેતરમાં જ જર્જરિત ઇમારતો પડ્યા બાદ પણ રાજકોટનું તંત્ર ઘોર નિંદ્રામાં છે. ભાવિ ડોક્ટરોને હોસ્ટેલમાં જો પ્રાથમિક સુવિધાઓ ના મળતી હોય તે શરમજનક બાબત કહેવાય ! વિદ્યાર્થીઓના જીવ પર જોખમ છે તાત્કાલિક હોસ્ટેલનું રીનોવેશન કરવામાં આવે તેમજ આ વિદ્યાર્થીઓને અન્ય હોસ્ટેલમાં ટ્રાન્સફર કરી દેવા જોઇએ.