એન્ટી હાઇઝેકીંગના સુધારેલા કાયદા હેઠળ પ્રથમ આરોપી બન્યો: પ્રેમ પ્રકરણના કારણે જેટના વિમાનમાં બોમ્બ અને અપહરણનો ખોટો મેસેજ કર્યો તો
મુળ અમરેલીના વતની અને મુંબઇમાં સ્થાયી થયેલા જવેલર્સના વેપારીએ પ્રેમિકાને પાઠ ભણાવવા મુંબઇથી દિલ્હી જતા જેટ એરવેઝની ફલાઇટમાં બોમ્બ મૂકયાની અને હાઇઝેક કર્યા અંગેની ધમકી દેવાના ગુનામાં એનઆઇએ કોર્ટે તસ્કીરવાન ઠેરવી એન્ટી હાઇઝેકીંગના નવા કાયદા મુજબ આજીવન જેલની સજા અને રૂા પાંચ કરોડનો દંડ ફટકારાયો છે. દંડની રકમ વિમાનના કર્મચારી અને મુસાફરોને વળતર પેટે ચુકવવા હુકમ કર્યો છે.
મુંબઇથી દિલ્હી જતી જેટ એરવેઝની ફલાઇટમાં અપહરણનો ધમકી ભર્યો પત્ર લખનાર મુંબઇના ઝવેરી બિરજુ સલ્લાને એનઆઇએ કોર્ટના ડેઝીગ્નેટેડ જજ એમ.કે.દવેએ દોષિત ઠરાવી જીવન પર્યત કારાવાસની સજા અને રૂા પ કરોડ દંડ ફટકારવાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.
કોર્ટે આરોપી પાસેથી રૂા પ કરોડના દંડની રકમ વિમાનના સ્ટાફ અને ૧૧૬ મુસાફરોને વળતર પેટે આપવાનો નિદેશ કર્યો છે. એનઆઇએના ખાસ એડવોકેટ ગીતા ગોડાલે અને મુકેશ કાપડીયાએ પાઇલટ, ક્રૂ મેમ્બર અને ૧ પેસેન્જર સહીત કુલ ર૭ સાક્ષીઓ અને પ૦ દસ્તાવેજી પુરાવા તપાસ્યા હતા.
જેમાં મહત્વના ૩ સાક્ષી જય જરીવાલા, શિવાની મલ્હોત્રા અને નીતિકા જુણેજના મહત્વના સાક્ષી હતા. શિવાની મલ્હોત્રાએ બીઝનેસ કલાસના વોશરુમમાં એક માત્ર બિરજુ સલ્લા જ ગયો હોવાની જુબાની આપી હતી. કોર્ટે સાક્ષીઓની જુબાની અને સીસી ટીવી કુટેજ તેમજ આરોપીએ આપેલ ક્ધફેશન સ્ટેટમેનટને ગ્રાહ્મ રાખ્યું હતું.
૩૦ ઓકટોબર ૨૦૧૭ના રોજ મુંબઇથી દિલ્હી જતી જેટની ફલાઇટના વોશરુમમાં ટોઇલેટની ડાબી બાજુએ આવેલ ફ્રેસ ટિશ્યુ પેપરના બોકસની વચ્ચેથી વિમાનમાં બોમ્બ છે અને વિમાનનું અપહરણ કરાયું હોવાનો ધમકી ભર્યો પત્ર મળ્યો હતો. આથી વિમાનને અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટમાં લેન્ડીંગ કરાયું હતું.
આ ઘટનાના પગલે એટીએસ, ક્રાઇમ બ્રાન્ચ, ડોગ સ્કવોડ સહીતની ટીમો એરપોર્ટ પર પહોંચી ગઇ હતી. અને વિમાનના સ્ટાફ અને પેસેન્જરોને સહી સલામત રીતે બહાર લવાયા હતા. આ ઘટના અંગે ક્રાઇમ બ્રાન્ચે વિમાનના સ્ટાફ અને પેસેન્જરોની તપાસ કરતા ધમકી ભર્યા પત્ર અંગે ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.
જેમાં મુંબઇના ગ્રાન્ટ રોડ પર આવેલ રી પતિ આર્કેડના ૧પમાં માળે રહેતા બિરજુ સલ્લા ઉર્ફે અમર સોની કિશોર સલ્લાને દિલ્હી જેટમાં પી.આર.એમ. તરીકે નોકરી કરતી યુવતિ સાથે પ્રેમ સબઁધ હતો. પરંતુ આ યુવતીના લગ્ન થઇ ગયા બાદ તેણે બિરજુ સલ્લા સાથે સંબંધો તોડી નાખ્યા હતા.
આથી બિરજુએ યુવતિને પાઠ ભણાવવા અને જેટને બદનામ કરી બંધ કરાવાનુેં કાવતરું ઘડયું હતું અને ર૮ ઓકટો. ના રોજ મુંબઇ સ્થિત ઓફીસમાં પોતાના લેપટોપમાં ઉર્દુ અને અંગ્રેજી ભાષામાં જેટ એરવેઝની ફલાઇટમાં વિસ્ફોટ બોંબ અને પ્લનનું અપહરણ કરાયું હોવાનો ધમકી ભર્યા પત્ર લખ્યાો હતો.
આ પત્ર લઇને તે ૩૦ ઓકટો. ૨૦૧૭ ના રોજ મુંબઇથી દિલ્હી જતી જેટની ફલાઇટ નં. ૯ ડબલ્યુ ૩૩૯ માં સીટ નં.૧ ડી ની સીટ પર બેઠો હતો. અને થોડીવાર બાદ તેેણે કૂ મેમ્બર શિવાની મલ્હોત્રા પાસે બ્લેન્કેટ માંગ્યુ હતું. શિવાની બ્લેન્કેટ લેવા ગઇ ત્યારે બિરજુ પાઇલટ કેબીનની પાછળ આવેલ વોશરુમમાં જઇ ટિશ્યુ પેપર બોકસની વચ્ચે ધમકી ભર્યો પત્ર મૂકીને આવ્યો હતો.
થોડીવાર બાદ ક્રૂ મેમ્બર શિવાની વોશરુમમાં ગયેલી તે વખતે બે ટિશ્યુ પેપર નીકાળ્યા હતા. આથી તેણે અન્ય ક્રુ મેમ્બર નીતીકા જુનેજા પેપર મૂકવા ગઇ ત્યારે બોકસમાંથી આ ધમકી ભર્યો પત્ર મળ્યો હતો.