Abtak Media Google News
  • 6 વર્ષ અગાઉ ભાભીએ પ્રેમી સાથે મળી દિયરનુ ગુપ્તાંગ કાપી નાખ્યું હતું
  • તમામ પુરાવાઓને ધ્યાનમાં રાખી કોર્ટે બંનેને આજીવન કેદની સજા ફટકારી02 2

દાહોદ ન્યુઝ: દાહોદ જીલ્લાના સીંગવડ તાલુકાના તારમી ગામે 06 વર્ષ પહેલા એક વિધવા મહિલાએ પોતાના પ્રેમી સાથે મળી પોતાના દિયરને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યાના બનાવમાં આ કેસ લીમખેડાની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે મહિલા સહિત તેના પ્રેમીને આજીવન કેદની સજાનો હુકમ કરવામાં આવતાં કોર્ટ સંકુલમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો છે.

તમામ પુરાવાઓને ધ્યાનમાં રાખી આજીવન કેદની સજા

લીમખેડાની એડિશ્નલ સેશન્સ કોર્ટ દ્વારા પુનઃ એકવાર ઐતિહાસિક ચુકાદો આપ્યો છે જેમાં 6 વર્ષ પહેલા તા.02.02.2019ના રોજ સીંગવડના તારમી ગામે વડલી ફળિયામાં રહેતાં સડીયા મનસુખ બારીયા દ્વારા રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી જેમઆ જણાવવામાં આવ્યું હતું કે, સડીયાના મોટા દિકરા ધર્મેશનું મોત નીપજતાં ધર્મેશની વિધવા પત્નિ રાધા ગામના દિનેશ વેંજા બારીયા સાથે આડા સંબંધ રાખતી હતી. આ અંગેની જાણ સડીયાના નાના દિકરા નરેશને થતાં તેણે તેમની ભાભી રાધા દિનેશ સાથે મોબાઈલમાં વાતો કરતી હોવાથી પોતાની ભાભી પાસેથી તેનો મોબાઈલ ફોન લઈ લીધો હતો. આ બાબતની અદાવત રાખી નરેશની ભાભી તથા તેના પ્રેમી એ ભેગા મળી 6 વર્ષ પહેલા તા.01.02.2019 ના રોજ નરેશને ચપ્પુના ઘા મારી ગુપ્ત ભાગ કાપી નાખતા નરેશનું મોત નીપજ્યું હતું. આ અંગેની નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને આ કેસ ગત તા.30.07.2024ના રોજ લીમખેડાની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચલાવવામાં આવ્યો હતો. જેમાં તમામ પુરાવાઓને ધ્યાનમાં રાખી આરોપી રાધા બારીયા તથા તેના પ્રેમી દિનેશભાઈ બારીયાને દોષી ઠેરવી કોર્ટ દ્વારા બંન્નેને .7000/-ના દંડનો હુકમ કરી આજીવન કેદની સજા સંભળાવી હતી.

અભેસિંહ રાવલ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.