પરિણીતાએ લગ્ન માટે ના પાડતા પરણીત શખ્સે છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું તું
જામનગરના મયુરનગર, વામ્બે આવાસ રોડ પર રહેતા રમેશ ઉર્ફે રમલો સુરેશભાઇ કંટારીયા નામના શખ્સને તે જ વિસ્તારમાં રહેતાી પ્રભાબેન પ્રવીણભાઇ નામની પરીણીતા સાથે કડીયા કામ દરમ્યાન પ્રેમ સંબંધ બંધાયો હતો. પ્રભાબેન પતિ સાથે મનદુ:ખ થતા એકલી રહેતી હતી અને આરોપી પોતે પણ પરણીત હતો પરંતુ પ્રભાબેનને પરણવા માંગતો હોવાથી ભાગી જવા માટે દબાણ કરતો હતો જેનો પ્રભાબેને ઇન્કાર કરતા ગત ૪-૧૦-૧૩ ની રાત્રિના પ્રભાબુનને વામ્બે આવાસની રેલવે લાઇન પર બોલાવી ભાગી જવા માટે દબાણ કર્યુ હતું.
પરંતુ પ્રભાબેને ભાગી જવાનો ઇન્કાર કરતા અને વધુ દબાણ કરશે તો પોલીસ કેસ કરશે જણાવતા આરોપી રમેશ ઉશ્કેરાયો હતો. અંતે પોતાની પાસે રહેલી છરીના બે ત્રણ ઘા પ્રભાબેન પર માર દર તેઓ મોતને ઘાટ ઉતારી હતી ત્યાર પછી મૃતદેહને નજીકમાં રહેલા કચરાના ઉકરડામાં ફેંકી દઇ તેના પર કચરો નાખી દઇ પુરાવાનો નાશ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો જે કે આ પ્રકારણ સામે આવી ગયું હતું.
અને પ્રભાબેનની બહેન મધુબેન પરબતભાઇ બાપોદરાએ આરોપી રમેશ ઉર્ફે રમલા સામે સીટી બી. ડીવી. પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી હતી અને અદાલતમાં ચાર્જશીટ કર્યુ હતું.
જે કેસ અદાલત સમક્ષ ચાલી જતાં સેસન્સ અદાલતે આરોપી રમેશને કલમ ૩૦ર ના ગુન્હામાં તક્ષીરવાન ઠરાવી આજીવન કેદ મૃત્યુ થતા સુધીની સજા અને રૂ ૧૦ હજારનો દંડ આઇ.પી.સી. કલમ ર૦૧ ના ગુન્હામાં એક માસની સજા તથા રૂ’ ૧ હજારનો દંડની સજા ફટકારી છે.