વાડીમાં રહેતી પરપ્રાંતિય મહિલા ઉપર બળજબરીથી બળાત્કાર ગુજારી હત્યા નિપજાવી લાશને કુવામાં ફેંકી દીધી’તી
ગોંડલ તાલુકાના ગુંદાળા ગામે સાડા ચાર વર્ષે પૂર્વે પરપ્રાઁતિય પરિણીતા પર દુષ્કર્મ આચરી મોતને ધાટ ઉતારી કુવામાં ફેંકી દેવાના ગુનામાં ઝડપાયેલા શ્રમિક શખ્સ સામે ગોંડલની અધિક સેસન્સ કોર્ટમાં કેસ ચાલી જતાં અદાલતે આરોપીને તકસીર વાન ઠેરવી આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ ગોંડલ તાલુકાના ગુંદાળા ગામે રહેતા મહિપતસિંહ દોલુભા જાડેજાની વાડીમાં મજુરી કામ કરતા મુળ એમ.પી.ના વતની સુખલાલ માંગીલાલ જામસીંગ નામના શ્રમિકની પ૮ ની ગત તા. રર-૧-૧૬ ના રોજ શેઢા પાડોશીની વાડીના કુવામાંથી લાશ મળી હતી.
આ બનાવની જાણ પોલીસને થતાં દોડી જઇ મુતદેહનો કબ્જો સંભાળી મૃતક ઉપર બળાત્કાર ગુજારી મોતને ધાટ ઉતારી લાશને કુવામાં ફેંકી દીધાનું ખુલ્યું છે.
પોલીસે મૃતકના પતિ સુખલાલ માંગીલાલ જામશીગ ની ફરીયાદ પરથી મુળ એમ.પી.નો વતની અને શેઢા પાડોશીની વાડીએ મજુરી કામ કરતો વિનોદ હેમસંગ નામના શખ્સ સામે દુષ્કર્મ અને હત્યાનો ગુનો નોંધી ભાવનગરના લોન કોટડા ગામેથી ધરપકડ કરી તપાસ પૂર્ણ થતાં જેલ હવાલે કર્યો હતો.
તપાસનીસ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ રજુ કરતા કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં બન્ને પક્ષોની રજુઆત ને અંતે સરકાર પક્ષની ધારદાર દલીલ તેમજ દસ્તાવેજી પુરાવા અને ફરીયાદ પક્ષ તથા નજરે જોનારા સાહેદોની જુબાનીને અંતે ન્યાયધીશે આરોપી વિનોદ વાસકેલાને તકસીર વાત ઠેરવી આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે. સરકાર પક્ષે એ.પી.પી. તરીકે ઘનશ્યામભાઇ ડોબરીયા રોકાયા હતા.