દોશી હોસ્પિટલ પાસે છ વર્ષ પુર્વે કડુ પહેરવા બાબતે એક શખ્સે છરીના ઘા ઝીકી ઢીમ ઢાળી દીધું ’તુ
સરકાર પક્ષની દલીલ અને એફએસએલ અને નજર જોનાર સાક્ષીએ બનાવને સમર્થન આપતા આરોપીને સજા તરફ કેસ દોરી ગયો
શહેરનાં ગોંડલ રોડ નજીક દોશી હોસ્પિટલ પાસે કડુ પહેરવા જેવી નજીવી બાબતે છ વષૅ પુર્વે ભરવાડ યુવકની કરપીણ હત્યાના ગુનાનો કેસની સુનાવણી પૂર્ણ થતા ન્યાયધીશે આરોપીને આજીવન કેદની સજા નો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ શહેરનાં ગોંડલ રોડ નજીક દોશી હોસ્પિટલ પાસે ધવલ છગન ટોયાટા નામના ભરવાડ યુવક્ધી ગત તા.૧૦.૮.૧૫ના રોજ છરીના સાતથી આઠ ઘા ઝીકી કરપીણ હત્યા નિપજાવી હતી.
આ બનાવમાં માલવીયાનગર પોલીસ મથકના સ્ટાફે મૃતકના મામા નાજા બુધા સોલંકીની ફરિયાદ પરથી કલ્યાણનગર ૧માં રહેતો રવિ પ્રવિણ સોલંકી નામના શખ્સે તિક્ષ્ણ હથીયારના ઘા ઝીકી ઢીમઢાળી દીધું તુ પોલીસ રવિ સોલંકીની ધરપકડ કરી પોલીસની પ્રાથમિક તપાસમાં ધવલ ટોયટા અને તેનો મિત્ર કલ્પેશ બંને મિત્રો નાઈટશીફટમાં બાઈક પર કામે જતા હતા ત્યારે દોશી હોસ્પિટલ ખાતે પ્રસાર થઈ રહ્યા હતા ત્યારે રવિ પ્રવિણ સોલંકીએ ધવલ ટોયટા પાસે પડુ પહેરવા માંગતા તે બાબતે બંને વચ્ચે થયેલી બોલાચાલીમાં ખૂનમાં પરિણીમી હતી.તપાસનીશ દ્વારા અદાલતમાં ચાર્જશીટ રજૂ થતા કોર્ટમાં સુનાવણીનો પ્રારંભ થતા બને પક્ષોની રજૂઆત બાદ સરકાર પક્ષ દ્વારા કરવામાં આવેલી દલીલોમાં નજરે જોનાર સાહેદે બનાવને સમર્થન આપી તેમાં મેડીકલ ઓફીસરે અને એફેસેલ રીપોર્ટ તેમજ છરી જયાંથી ખરીદ કરી છે તે દુકાનના માલીકે આ બનાવમાં વપરાયાનું ખૂલ્યું હતુ તે પૂરાવા ધ્યાને લઈ એડી. સેશ.જજ ડી.એ.વોરાએ આરોપી રવી સોલંકીને આજીવન કેદની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે.સરકાર પક્ષે એપીપી તરીકે પરાગ શાહ હાજર રહ્યા હતા.