મોરબીના વિસીપરામાં પાસેના કુલીનગરમાં પત્નીની છરીના ઘા ઝીકી હત્યા કરવાના ગુનામાં પતિને કોર્ટે આજીવન કેદ અને રૂ.૧૦ હજારનો દંડ ફટકાર્યો છે.
વીસીપરા પાસે ને કુલીનગરમાં ચલમ પીવા ના પૈસા ન આપવા જેવી નજીવી બાબતે હાસમ જીવાભાઈ પિંજરાએ તેની પત્ની હલુબેન હાસમભાઇ પિંજરાને છાતીના ભાગે છરીના ઘા ઝીંકીને સરાજાહેર હત્યા કરી નાખી હતી. આ મામલે પોલીસે હાસમ જીવાભાઈ પિંજરાની ધરપકડ કરી હતી. આ કેસ આજે ડિસ્ટ્રિક્ટ જજ રિઝવાના ઘોઘારીની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ સંજય દવેની ધારદાર દલીલોને સાંભળીને જજે આરોપીને આજીવન કેદની સજા અને રૂ.૧૦ હજારનો દંડ ફટકાર્યો છે. અને જો દંડ ન ભરે તો વધુ ૬ માસની સજા ભોગવવાનો હુકમ કર્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com