ભુપગઢથી ચોટીલા લઈ જઈ દુષ્કર્મ આચર્યું ‘તુ: પિડીતા અને ફરિયાદીની કેસને સમર્થન આપતી જુબાની પરથી આરોપી તકસીરવાન ઠર્યો
રાજકોટ નજીક સરધાર પાસે ભુપગઢ ગામે રહેતી સગીરાને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યાના ગુનામાં અદાલતે ભોગબનનાર કૌટુંબિક કાકાને આજીવન કેદની સજા ફટકારતો હુકમ ફરમાવ્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટ નજીક સરધાર પાસે આવેલા ભુગગઢ ગામે રહેતી સગીરાને તેના કૌટુંબિક કાકા ભરત બાબુભાઈ રાઠોડ નામના શખ્સે બદકામ કામ કરવાના ઇરાદે અપહરણ કર્યું હતું. ભરત રાઠોડે સગીર ભત્રીજીને ચોટીલા નજીક આવેલા વખતપર ગામે વાડી વિસ્તારમાં લઈ જઈ હવસનો શિકાર બનાવી હતી આ અંગે ભોગ બનનારની માતાએ આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આજીડેમ પોલીસે આરોપી ભરત બાબુભાઈ રાઠોડ વિરુદ્ધ અપહરણ દુષ્કર્મ અને પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન આજીડેમ પોલીસે કૌટુંબિક ભત્રીજી ઉપર દુષ્કર્મ
આચારનાર આરોપી ભારત બાબુભાઇ રાઠોડને ઝડપી લીધો હતો આજીડેમ પોલીસે આરોપી ભરત રાઠોડને અદાલત સમક્ષ રજૂ કરતા કોર્ટે આરોપી ભરત રાઠોડને જ્યૂડીશિયલ કસ્ટડીમાં મોકલી આપવા હુકમ ફરમાવ્યો હતો. કોર્ટના હુકમથી પોલીસે આરોપી ભરત રાઠોડને જેલ હવાલે કર્યો હતો. સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના પોકસો એકટના ગુનામાં તપાસનીશ અધિકારીએ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. જે કેસ અદાલતમાં ચાલવા પર આવતા એડિશનલ સેશન્સ જજ જે.ડી. સુથારે બંને પક્ષના વકીલોની રજૂઆત બાદ સરકાર પક્ષે રજુ રાખેલ દસ્તાવેજી પુરાવા તપાસનીશ અધિકારી, ભોગ બનનાર સગીરા, ફરિયાદી અને તબિબની જુબાની ગ્રાહ્ય રાખી આરોપી કુટુંબિક ભત્રીજીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના પોકસો એકટના ગુનામાં આરોપી ભરત રાઠોડને આજીવન કેદની સજા ફરમાવતો હુકમ ફરમાવ્યો છે.આ કેસમાં સરકાર પક્ષે જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા રોકાયા હતા.