રાણાવાવ પાસે આદિત્યાણા પાસે જૂની અદાવતના કારણે પિતા-પુત્રના ઢીમઢાળી દીધા’તા: હાઇકોર્ટમાં થયેલી અપીલનો ચુકાદો
રાણાવાવ નજીક આવેલા આદિત્યાણા પાસે ૨૦૦૪માં જૂની અદાવતના કારણે પિતા-પુત્રની હત્યાના ગુનામાં સેશન્સ કોર્ટમાંથી છુટેલા પૂર્વ ધારાસભ્ય કરશન દુલાના ભાઇ સહિત બે સામે હાઇકોર્ટમાં થયેલી અપીલની સુનાવણી પુરી થતા હાઇકોર્ટે બંનેને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.
પોરબંદર પંથકમાં અનેક ગુનામાં સંડોવાયેલા ભીમા દુલા અને છગન રાણાવદરા સામે ડબલ મર્ડરના કેસની હાઇકોર્ટમાં અપીલ દાખલ થઇ હતી. અપીલની સુનાવણી પુરી થતા અદાલતે બંનેને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.
રાણાવાવ નજીક આવેલા આદિત્યાણા ગામે ઇસ્માઇલ ટીટી અને તેના પુત્ર સાથે જુની અદાવતના કારણે ભીમા દુલા અને છગન રાણાવદરાએ હત્યા કરી હતી. પિતા-પુત્રની હત્યાના ગુનામાં બંનેનો સેશન્સ કોર્ટ દ્વારા છુટકારો કરવામાં આવતા સરકાર પક્ષે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી.
ભીમા દુલા અને છગન રાણાવદરા સામે હાઇકોર્ટમાં દાખલ થયેલી અપીલની સુનાવણી પુરી થતા અદાલતે બંનેને આજીવન કેદની સજા ફટકારી છે.